જી કે જન હોસ્પિ.માં નર્સિંગ વ્યવસાયમાં ૭૮ ટકા મહિલાઓ અને ૨૨ ટકા પુરુષો

મહિલા પ્રધાન નર્સિંગ વ્યવસાયમાં હવે પુરુષો  સ્ત્રી સમકક્ષ બનવા ક્રિયાશીલ પણ જોજનો દૂર

પુરુષ પ્રધાન માનસિકતા ધરાવતા સમાજમાં કહેવાય છે કે હવે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અથવા બની ગઈ છે,પરંતુ હોસ્પિટલ જેવા સેવા અને કરુણાસભર નર્સિંગ વ્યવસાયમાં આજે પણ મહિલાઓનો દબદબો છે,  જ્યાં પુરુષો  મહિલા  સમકક્ષ બનવા આગળ આવી રહ્યા છે,તેમ છતાં આજે પણ આ સેવાક્ષેત્રમાં પુરુષો હજુ મહિલાઓથી જોજનો દૂર છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં  નર્સિંગ કારકિર્દીમાં  મહિલા અને પુરુષ  કર્મીઓ વચ્ચે  ૭૮ ટકા  મહિલાઓ અને ૨૨ ટકા પુરુષો  નર્સિંગ સેવામાં કાર્યરત છે.જે ગયા વર્ષ  કરતા કુલ સંખ્યામાં વધારો થયો છે. 

પુરુષની સરખામણીમાં બહેનો શામાટે આ કારકિર્દીમાં સફળ થાય છે, એ અંગે પાંચ મહત્વના કારણો અંગે નર્સિંગ સુપ્રિ.બેટી થોમસે કહ્યું કે,મહિલાઓ આ ક્ષેત્રમાં આવે એ માટે મનોવૈજ્ઞાનિક,સામાજિક અને પારંપારિક કરણો ભાગ ભજવે છે.જેમાં મહિલાઓમાં રહેલી સંવાદની કલા, કોમળતા અને સહાનુભૂતિ ભર્યા ભાવનાત્મક સ્વભાવની ચાવીરૂપ ભૂમિકા છે.જે  દર્દીની સંભાળ માટે મહત્વપૂર્ણ હોય છે.

હોસ્પિટલમાં આમ તો દરેક રોગના દર્દીઓ માટે સારસંભાળ મહત્વપૂર્ણ હોય છે,પરંતુ પ્રસુતિ,બાળરોગ અને મહિલા વોર્ડમાં  દર્દીઓ અને બાળકો  સાથે મહિલાઓ અધિક સહજ બની જતી હોવાથી તેઓ સુરક્ષિતતા મહેસૂસ કરે છે. નર્સિંગ તણાવ યુક્ત વ્યવસાય છે.લાંબા સમય સુધી કામ કરવું પડે છે.કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.માટે ધૈર્ય, સહનશીલતા અને તણાવ ઝીલવાની ક્ષમતા માત્ર મહિલાઓમાં જ જોવા મળતી હોવાથી તેઓ સફળ થઈ  શકે છે.

જોકે હવે ક્રમશઃ પુરુષો પણ નર્સિંગ વ્યવસાયમાં આવી મહિલા સમકક્ષ બનવા ક્રિયાશીલ બન્યા છે.

GAIMS માં મહિલા સશક્તિકરણ:

જી.કે.જનરલ હોસ્પિટલમાં માત્ર નર્સિંગ સાથે  બીજા  એવા ઘણા વિભાગો છે જ્યાં નેતૃત્વ પ્રદાન કરી મોરચો સાંભળ્યો છે. જેમાં મેડિસિન, મનોચિકિત્સા,સ્ત્રીરોગ,બાળરોગ,નેત્ર ચિકિત્સા,દંત ચિકિત્સા,સ્કિન,પ્લાસ્ટિક સર્જરી,પેથોલોજી,બ્લડબેંક,એનેસ્થેસિયા, ફિઝિયો થેરાપી વિભાગ તેમજ નર્સિંગ સુપ્રિ. આસિ.નર્સિંગ સુપ્રિ.તેમજ ઈનચાર્જ નર્સિંગ જેવા અગત્યના વિભાગોનું નેતૃત્વ મહિલાઓ સાંભળે છે.

Leave a comment

Trending