રશિયાનું ઈરાનને સમર્થન, પુતિને નવા સુપ્રીમ લીડરને પાઠવ્યા અભિનંદન

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ઈરાનના નવા સુપ્રીમ લીડર જાહેર થયેલા મોજતબા ખામેનેઈને અભિનંદન પાઠવ્યા છે. પુતિને કહ્યું છે કે, તેઓ પિતાનું કામ સન્માન સાથે આગળ વધારશે. અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં 56 વર્ષિય મોજતબાના પિતા અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. ત્યારબાદ સર્વોચ્ચ નેતા તરીકે મોજતબાનું નામ સૌથી આગળ હતું.

રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન (Russia President Vladimir Putin) વિશ્વના તે ખાસ નેતાઓમાંથી એક છે, જેમણે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને (Iran New Supreme Leader Mojtaba Khamenei) સૌપ્રથમ અભિનંદન પાઠવ્યા છે. ક્રેમલિનના સત્તાવાર નિવેદનમાં પુતિને કહ્યું છે કે, ‘મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તેમે તમારા પિતાના કામને સન્માન સાથે આગળ વધારવાનું ચાલુ રાખશો અને વર્તમાન પડકારજનક સ્થિતિમાં ઈરાનના લોકોને એક કરશો. હું મારા તરફથી ઈરાનને સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું અને ઈરાની મિત્રો સાથે અમારી એકતાની પુષ્ટી કરું છું.’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાનના નવા સુપ્રીમ લીડરને ધમકી આપી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ઈરાનના નવા લીડર પણ અમેરિકાના હુમલામાં માર્યા જશે. તેઓ વોશિંગ્ટનની મંજૂરી વગર વધુ દિવસ નહીં ટકે. તેમણે અમારી પાસેથી મંજૂરી લેવી પડશે. જો તેઓ અમારી મંજૂરી નહીં લે તો વધુ દિવસ સુધી ટકશે નહીં. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે, તેઓના કારણે અમારે 10 વર્ષ પાછળ ન જવું પડે. જ્યારે તમારી પાસે મારા જેવો પ્રેસિડેન્ટ ન હોય તો એવું ન કરવું જોઈએ.

Leave a comment

Trending