ઈરાન યુદ્ધ વચ્ચે સેન્સેક્સ 1,353 પોઈન્ટ ઘટીને 77,566 પર બંધ

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આજે 9 માર્ચે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1,353 પોઈન્ટ (1.71%) ઘટીને 77,566 પર બંધ થયો.

નિફ્ટી પણ 422 પોઈન્ટ (1.73%) ઘટીને 24,028 પર બંધ થયો. બેંક, ઓટો, મેટલ, એનર્જી અને FMCG શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી. ઈરાન યુદ્ધ વચ્ચે રોકાણકારોના ₹22 લાખ કરોડથી વધુ સ્વાહા થયા છે.

અમેરિકી ડોલર સામે રૂપિયો 46 પૈસા ઘટીને 92.28 પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી નીચું સ્તર છે. મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે રૂપિયામાં આ નબળાઈ જોવા મળી છે.

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે રોકાણકારોની સંપત્તિમાં ₹22 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. યુદ્ધ શરૂ થયું તે પહેલાં, 27 ફેબ્રુઆરીએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ ₹4.63 લાખ કરોડ હતું. જોકે, યુદ્ધને કારણે બજારમાં થયેલા મોટા પાયે વેચવાલીથી, તે 9 માર્ચ સુધીમાં ઘટીને ₹4.41 લાખ કરોડ થઈ ગયું હતું.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 25%થી વધુ વધીને પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી 10 દિવસમાં ક્રૂડ ઓઇલ લગભગ 60% વધ્યું છે. અગાઉ, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તે $100ને પાર થઈ ગયું હતું.

નિષ્ણાતો માને છે કે તેલના ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 5 થી 6 રૂપિયાનો વધારો થઈ શકે છે. જોકે, ભારત સરકારનો દાવો છે કે તેની પાસે પૂરતું તેલ છે.

સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ, સોમવાર, શેરબજારના રોકાણકારો માટે ખુબજ ખરાબ સાબિત થયો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થયા. જ્યારે BSE સેન્સેક્સ 2,400 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ ક્રેશને કારણે, બજાર ખુલ્યા પછી માત્ર પાંચ મિનિટમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.

ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ મોંઘવારીમાં વધારો થવાનું જોખમ ઊભું કરે છે. આનાથી કંપનીઓના નફામાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ રોકાણકારો તેમના શેર વેચવાનું અને સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવાનું શરૂ કરે છે, જેના કારણે બજારમાં ઘટાડો થાય છે.

Leave a comment

Trending