IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સમાં મોટો ફેરફાર

IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સે તેમની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. તમામ ટીમો ટૂર્નામેન્ટની આગામી સીઝન માટે પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપવાનો પ્રયાસ કરી રહી છે. તો ચાલો જાણીએ કે દિલ્હીએ પોતાની ટીમમાં કયા ફેરફારો કર્યા છે.

વાસ્તવમાં ફ્રેન્ચાઈઝીએ પોતાના ફિલ્ડિંગ કોચમાં ફેરફાર કર્યો છે. આયર્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર જ્હોન મૂનીને આગામી સિઝન માટે આ જવાબદારી સોંપવામાં આવી છે. ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જ્હોન મૂનીને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. 

તમને જણાવી દઈએ કે, જ્હોન મૂની આયર્લેન્ડ માટે 2006 થી 2015ની વચ્ચે 9 વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. તેણે પોતાના કરિયરમાં 64 ટેસ્ટ અને 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. 55 વનડે ઈનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 23.48ની એવરેજથી 963 રન બનાવ્યા અને બોલિંગ કરીને 48 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત T20 ઈન્ટરનેશનલ મેચોમાં બેટિંગ કરતા 231 રન બનાવ્યા અને 10 વિકેટ ઝડપી હતી.

દિલ્હી માટે ગત સીઝન ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ટોચ-4 માટે ક્વોલિફાય નહોતી કરી શકી. અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીએ પોતાની 14 લીગ મેચોમાંથી સાત જીતી હતી. ટીમને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાકી એક મેચ ડ્રો રહી હતી.

IPL 2025ની સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સમાં મોટો ફેરફાર થયો. ટીમે નિયમિત કેપ્ટન રિષભ પંતને રિલીઝ કરી દીધો હતો. પંતની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પંતે 2016માં દિલ્હી કેપિટલ્સ સાથે પોતાના IPL કરિયરની શરૂઆત કરી હતી. દિલ્હીથી અલગ થયા બાદ પંત લખનઉ સુપર જાયન્ટ્સનો હાથ થામ્યો હતો. ગત સીઝનમાં તેણે લખનઉની કમાન સંભાળી હતી. જોકે, લખનઉ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.

Leave a comment

Trending