અદાણી મેડિકલ કોલેજના નોન કોમ્યુન્યુનિટિવ મેડિસિન રોગ (પ્રિસેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન) વિભાગ દ્વારા આગામી હેલ્થ ડે નિમિતે ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી.ચાર રાઉન્ડમાં યોજાયેલી આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ૧૨ મેડિકલ વિધાર્થીઓ જોડાયા હતા.
આ વિભાગના હેડ ડૉ શ્રેયસ મહેતા અને પ્રોફે. ડો. નીરવ નિમાવતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્પર્ધામાં વિશ્વ આરોગ્ય સંસ્થા કોવિડ – ૧૯ ટેક્નોલોજી એક્સેસ પુલ (C-TAP) પ્રેરિત જન સમુદાયને ઉત્તમ આરોગ્ય માટે સમાન તક મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશના પ્રશ્નો કેન્દ્રસ્થાને હતા. તેમજ હવામાન બદલાવ,સ્ટ્રોક,કેન્સર,ડાયાબિટીસ,કુપોષણ ડિપ્રેશન અંગેના સવાલો પૂછવામાં આવ્યા હતા.એસો.પ્રોફે. પ્રહલાદ પોતદાર,આસિ.પ્રોફે.ડો.ધારા ચૌધરી અને ડો.વિજય આહિરે ક્વિઝ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલ અંગે વિધાર્થીઓમાં રોગ, નિદાન,ઉપચાર ક્ષેત્રે પાયાનું જ્ઞાન મજબૂત કરવા તેમજ ત્વરિત આકલન અને ભાવિ સુધારા માટે ક્વિઝ એક પ્રભાવશાળી શસ્ત્ર છે. ૭મી એપ્રિલે યોજાનાર વિશ્વ હેલ્થ ડે નિમિતે WHO એ જન સ્વાસ્થ્ય માટે એકજુટ થઈ વિજ્ઞાન સાથે જોડાવા અનુરોધ કર્યો છે.






Leave a comment