કચ્છમાં ધોરણ 6 થી 8 ના 184 શિક્ષકોને સ્થળ પસંદગી બાદ નિમણૂક પત્ર એનાયત

કચ્છમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયકોની વિશેષ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્થળ પસંદગી અને હુકમ વિતરણનો કાર્યક્રમ માધાપરમાં યોજાયો હતો. આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.

રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે,, સમાજમાં જો કોઈ સૌથી વધુ આદરપાત્ર વ્યક્તિ હોય તો તે માત્ર શિક્ષક છે. શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જે નિવૃત્તિ પછી પણ સમાજમાં એટલું જ માન-સન્માન મેળવે છે. તેમણે નવનિયુક્ત શિક્ષકોને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કર્યા હતા.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નવનિયુક્ત શિક્ષકોને કચ્છમાં આવકારતા જણાવ્યું કે, તમે કચ્છને પોતાનું વતન બનાવીને સેવા કરજો. ગ્રામ્ય સ્તરે તમને લોકોનો પૂરો સહકાર મળશે અને કોઈ પણ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી તેમણે આપી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ કચ્છ માટે વિશેષ ભરતી કરવા બદલ સરકારનો આભાર માની નવા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, કુલ 194 ઉમેદવારોમાંથી 187 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 184 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી પોતાના નિમણૂક પત્રો મેળવ્યા હતા.

વિષયકુલહાજરગેરહાજરઅસંમતસ્થળ પસંદગી
ભાષા60591257
ગણિત-વિજ્ઞાન62584058
સા. વિજ્ઞાન72702169
કુલ19418773184

Leave a comment

Trending