- દેશના અગ્રણી પોર્ટ ડેવેલપર અને ઓપરેટરે પોતાની કામગીરીમાં અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક વિક્રમી રેકોર્ડ કર્યો.
- ૧૯૯૮માં એક પોર્ટ આધારિત બિઝનેસથી લઈ આજે દુનિયામાં ૧૯ પોર્ટ અને ટર્મિનલ્સના નેટવર્ક સુધી, અદાણી પોર્ટે ભારતનું સૌથી મહત્વનું એકીકૃત પરિવહન અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.
- આ માઈલસ્ટોન અદાણી પોર્ટની લાંબા ગાળાની મહત્વાકાંક્ષાને મજબૂતી આપે છે — ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ), ભારતની સૌથી મોટી એકીકૃત પરિવહન યુટિલિટી અને દેશનું અગ્રણી પોર્ટ ડેવલપર તેમજ ઓપરેટર છે, ગત નાણાકીય વર્ષમાં ૫૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી એક ઐતિહાસિક માઈલસ્ટોનને પાર કર્યો છે.
આ સિદ્ધિ અદાણી પોર્ટસના વિકાસમાં એક વિશેષ ક્ષણ છે અને તે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત પરિવર્તનની વધતી તાકાતને રેખાંકિત કરે છે. માત્ર એક સિદ્ધિ નહીં, પરંતુ આ લાંબા ગાળાની પ્રતિબદ્ધતા, ઓપરેશનલ શિસ્ત અને રાષ્ટ્રીય હેતુ પર આધારિત વિશ્વ-કક્ષાના લોજિસ્ટિક્સ પ્લેટફોર્મનો ઉદય દર્શાવે છે.
૧૯૯૮માં એક પોર્ટ આધારિત વિઝનથી શરૂ કરીને આજે ભારત અને તેની બહાર ૧૯ પોર્ટ અને ટર્મિનલ્સના નેટવર્ક સુધી, અદાણી પોર્ટે ભારતના વેપાર, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું મહત્વનું પરિબળ બની ગયું છે.
આ અવસરે બોલતા અદાણી ગ્રુપના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીએ કહ્યું, “પોર્ટ માત્ર વેપારના પ્રવેશદ્વાર નથી, તેઓ રાષ્ટ્રીય આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા અને ભવિષ્યનું પ્રવેશદ્વાર છે. હું અમારા ગ્રાહકો, ભાગીદારો અને અદાણી પોર્ટસના પરિવારના દરેક સભ્યનો આભાર માનું છું જેઓની સમર્પણ અને વિશ્વાસથી આ માઈલસ્ટોન શક્ય બન્યો છે. વધુમાં શ્રી ગૌતમભાઈ અદાણીએ જણાવ્યું હતું કે હું કેન્દ્ર અને રાજ્ય સરકારોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેઓની નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની પ્રતિબદ્ધતાએ અદાણી પોર્ટસના વિકાસનો પાયો બનાવ્યો છે.”
“અદાણી પોર્ટસનું ૫૦૦ મિલિયન ટનને પાર કરવું એ ભારતની વિકાસ ગાથા પર અમારા દાયકાઓના વિશ્વાસનું સંકેત છે. વર્ષોથી અમે માત્ર પોર્ટ જ નહીં, પરંતુ પોર્ટ, રેલ, રોડ, ટ્રકિંગ, વેરહાઉસ અને કાર્ગો ગેટવે સહિતનું અજોડ એકીકૃત પરિવહન અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. અદાણી પોર્ટસની સર્વશ્રેષ્ઠ ક્ષમતા હજુ આગળ વધશે. સાથે ભારતની સર્વશ્રેષ્ઠ ક્ષમતા પણ વધશે છે,”
૫૦૦ મિલિયન મેટ્રિક ટન સુધીની યાત્રા એ સ્કેલ અને પ્રતિબદ્ધતાની સંયુક્ત વિકાસગાથા છે. અદાણી પોર્ટસને પ્રથમ ૧૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવામાં ૧૬ વર્ષ લાગ્યાં, ત્યારબાદ બીજા ૧૦૦ મિલિયન મેટ્રિક ટન વધુ ઝડપથી કુલ હેન્ડલીગ ઉમેરાયા છે, જે તેના પ્લેટફોર્મના વધતા સ્કેલ, કાર્યક્ષમતા, સ્થિરતા અને વ્યૂહાત્મક ઊંડાણને દર્શાવે છે.
આ માઈલસ્ટોન સાથે અદાણી પોર્ટસ ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગના પોતાના આગલા મોટા લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે. આ નવા તબક્કામાં પ્રવેશતાં કંપની માત્ર વિશ્વ-કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ સ્કેલ, સેવા, ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને રાષ્ટ્રીય હેતુથી વ્યાખ્યાયિત વિશ્વ-કક્ષાની સંસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
અદાણી પોર્ટસ એકીકૃત નેટવર્ક:
| શ્રેણી | વિગતો |
| પોર્ટ્સ | ભારતના ૧૧,૦૦૦ કિમી લાંબા કિનારા પર ૧૫ પોર્ટ વ્યૂહાત્મક પૂર્વ-પશ્ચિમ વૈશ્વિક કોરિડોર પર ૪ આંતરરાષ્ટ્રીય પોર્ટ |
| લોજિસ્ટિક્સ | ભારતના ૯૫% હિન્ટરલેન્ડનું કવરેજ સાથે રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી ૧૨ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક૧૩૨ ટ્રેન, ૨૦,૦૦૦+ ટ્રક૨.૯ લાખ ચો. મીટર વેરહાઉસિંગ સ્પેસ૨૫ એગ્રી સાઇલો |
| મરીન | આંતરરાષ્ટ્રીય જળમાર્ગોને વૈશ્વિક પોર્ટ સાથે જોડતું૧૧૮ નિયરશોર ટગબોટ૫૩ ઑફશોર વેસલ૩૭ ફ્લોટિલા વેસલ |
અદાણી પોર્ટસ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે:
એપીએસઈઝેડ, વૈશ્વિક રીતે વિવિધતાવાળા અદાણી ગ્રુપનો એક ભાગ છે, જે કાર્ગો (આંતરરાષ્ટ્રીય ફ્રેઈટ નેટવર્ક)થી પોર્ટ હેન્ડલિંગ, રેલ પરિવહન, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ અને રોડ પરિવહન દ્વારા એકીકૃત “શોર-ટુ-ડોર” સર્વિસ પૂરી પાડે છે.
આ વ્યાપક “કિનારાથી દરવાજા સુધી”ની ક્ષમતા, અત્યાધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI-આધારિત ઑપ્ટિમાઇઝેશનથી સમર્થિત, એપીએસઈઝેડને ભારતના અગ્રણી એકીકૃત લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર તરીકે સ્થાપિત કરે છે. કંપની ભારતના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ કિનારા પર ૧૫ વ્યૂહાત્મક સ્થાને આવેલા પોર્ટ અને ટર્મિનલ્સનું વ્યાપક ઇકોસિસ્ટમ ધરાવે છે, જેની સાથે ૧૨૭ વેસલનું વિવિધતાવાળું મરીન ફ્લીટ, ૧૨ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ૩.૧ મિલિયન ચો. ફૂટ વેરહાઉસ અને ૨૫,૦૦૦+ ટ્રકની માલિકીના પ્લેટફોર્મ પર કાર્યરત છે, જે કિનારા અને હિન્ટરલેન્ડ બંનેમાંથી વિશાળ કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા પૂરી પાડે છે.
વર્તમાન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ૬૩૩ મિલિયન ટન પ્રતિ વર્ષ સાથે, એપીએસઈઝેડ ભારતના કુલ પોર્ટ વોલ્યુમના આશરે ૨૮% હિસ્સો ધરાવે છે અને ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન થ્રુપુટનું લક્ષ્ય રાખે છે.
૨૦૨૫ના S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી અસેસમેન્ટમાં વૈશ્વિક પરિવહન અને પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં ટોપ ૫%માં સ્થાન (૯૫મા પર્સેન્ટાઇલ), અને વર્લ્ડ બેંકના કન્ટેઇનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ૨૦૨૪માં પાંચ પોર્ટના સમાવેશ સાથે, એપીએસઈઝેડ સ્કેલ, ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને એકીકૃત ક્ષમતાઓને જોડીને સીમલેસ વૈશ્વિક વેપારને સક્ષમ બનાવે છે.






Leave a comment