અદાણી ગ્રીન એનર્જીએ નાણા વર્ષ ૨૬માં ૫ ગીગાવોટ નવિનીકરણીય ઉર્જા ઉત્પાદનની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી

ભારતની સૌથી મોટી સ્વચ્છ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના અંતે ૫ ગીગાવોટથી વધુ(૫,૦૫૧ મેગાવોટ) નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનની ક્ષમતા ઉમેરી તેના કુલ કાર્યરત પોર્ટફોલિયોને ૧૯.૩ ગીગાવોટ સુધી પહોંચાડવા સાથે ચીનના અપવાદને બાદ કરતાં તે વૈશ્વિક સ્તરે અન્ય કોઈપણ કંપની કરતા સૌથી વધુ ગ્રીનફિલ્ડ વાર્ષિક ક્ષમતા વિસ્તરણ હાંસલ કર્યું છે.                                                                                                   

આ નવી ક્ષમતામાં ૩.૪ ગીગાવોટ (૩,૪૦૯ મેગાવોટ) સૌર, ૦.૭ ગીગાવોટ (૬૮૬ મેગાવોટ) પવન અને ૧ ગીગાવોટ (૯૫૬ મેગાવોટ) પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. આ સાથે કંપની વાર્ષિક ધોરણે લગભગ ૧૦ મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને સરભર કરશે તેવી અપેક્ષા છે. અદાણી ગ્રીન એનર્જી લિ ના કુલ ૧૯.૩ ગીગાવોટના કાર્યરત પોર્ટફોલિયોના પરિણામે વાર્ષિક ૩૬ મિલિયન ટન કાર્બન ઓફસેટ થશે.                                                                                                      

કંપની દ્વારા ગુજરાતના ખાવડાની ઉજ્જડ જમીનમાં ઝડપી ગતિએ વિકસાવવામાં આવી રહેલ વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટમાં મારફત આમાંની મહદ હિસ્સાની નવી ક્ષમતા કાર્યરત કરવામાં આવી  છે. ૫૩૮ ચોરસ કિલોમીટરમાં નિર્માણાધિન આ પ્રકલ્પ પેરિસના કદથી પાંચ ગણા વિસ્તારમાં ફેલાયેલો છે. ખાવડાના આ પ્રકલ્પમાં ૨૦૨૯ સુધીમાં આયોજિત ૩૦ ગીગાવોટમાંથી, અદાણી ગ્રીને પહેલાથી જ આ સ્થળે ૯.૪ ગીગાવોટ (૯,૪૧૩ મેગાવોટ) ની સંચિત ક્ષમતા સ્થાપિત કરી છે.

અદાણી ગ્રીન એનર્જી લિ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે ૫ ગીગાવોટથી વધુ નવી ક્ષમતાનો કંપની દ્વારા થયેલો ઉમેરો ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બનવા સાથે દેશને સ્વચ્છ ઉર્જા સંક્રમણ ક્ષેત્રનું  નેતૃત્વ કરવાના વૈશ્વિક નકશા પર મજબૂત રીતે મૂકે છે. તેમણે કહ્યું હતું કે  દેશના ઓછા કાર્બન અર્થતંત્ર તરફના પરિવર્તનને વેગ આપવા અને ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં આ ક્ષમતા એક મહત્વની હરણફાળ છે. અદાણી ગ્રીન એનર્જીની ટીમની સમર્પિત કાર્યક્ષમતાને બિરદાવતા સાગર અદાણીએ કહ્યું હતું કે ટીમની સખત મહેનતે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિને સક્ષમ બનાવીને તેઓએ સતત સાબિત કર્યું છે કે વિરાટ પાયે રિન્યુએબલ ઉર્જાની ફકત તહેનાતી જ શક્ય નથી પરંતુ તેનું અમલીકરણ પણ શકય છે. ૨૦૩૦ સુધીમાં ૫૦ ગીગાવોટના લક્ષ્યવેધ હાંસલ કરવા તરફની અમારી વિકાસ યાત્રાને આ સીમાચિહ્ન મજબૂત બનાવવા સાથે નવીનીકરણીય અને ઉર્જા સંગ્રહના ઉકેલો દ્વારા ટકાઉ અને સમાવેષક વૃદ્ધિ પ્રદાન કરવાનું ચાલુ રાખે છે.

વધુમાં, કંપનીએ ખાવડામાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન ડિપ્લોયમેન્ટમાંની એક એવી પ્રારંભિક ૧,૩૭૬ મેગાવોટ પ્રતિ કલાક (MWh) બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ની સુવિધા પણ ઓનલાઈન કરી છે. સાઇટ પર કામ શરૂ કર્યાના આઠ મહિનામાં આ ક્ષમતા કાર્યરત કરવામાં આવી હતી, જે ગ્રીડ સ્થિરતા અને નવીનીકરણીય એકીકરણને આધાર આપે છે.

Leave a comment

Trending