ટી. બી.નાબૂદ કરવા ઉપલબ્ધ દવાઓની અસર જ્યારે દર્દી ઉપર ન થાય ત્યારે તેની સારવાર જટિલ બની જાય છે,જેને મેડિકલ ભાષામાં MDR(મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ)અને સામાન્ય ભાષામાં હઠીલો ટી.બી.કહે છે.આવા જટિલ બનેલા ટી.બી.માટે અગાઉ દોઢ વર્ષ સુધી દવા લેવી પડતી હતી,પરંતુ હવે કચ્છમાં ૬ મહિનાનો કોર્ષ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બન્યો છે.
હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલે કહ્યું કે, કચ્છમાં આવા ૬ મહિનાના કોર્ષની ચાલતી નવી સારવાર અંતર્ગત અંદાજિત ૩૦ જેટલા દર્દીઓને લાભાન્વિત પણ કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે,ક્ષયના દર્દીઓ માટે ઉપલબ્ધ દવાની અસર ન જણાય તો ખાસ ટેસ્ટ કરાવી સરકારના માર્ગદર્શન મુજબ નવી સારવાર આપવામાં આવે છે.
પલ્મોનોલોજિસ્ટ ડો.પાર્થ પટેલ અને ડો.ફોરમ રૂપારેલના જણાવ્યા મુજબ મુખ્ય પ્રવાહમાં આવતી દવા જો અનિયમિત અપૂરતા પ્રમાણમાં લેવાય,દવાનો ડોઝ જળવાય નહીં, તો તે MDR માં પરિવર્તિત થાય છે.પરંતુ આ સારવાર માટે હવે નવી દવા BPaLM રેજિમેન ઉપલબ્ધ બની છે.જોકે આ દવા પણ તબીબની દેખરેખ હેઠળ જ લેવા જણાવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચાલુ વર્ષે વિશ્વ ક્ષય દિવસ નિમિતે જારી કરેલી થીમ મુજબ: “હા,આપણે ક્ષયને હટાવી શકીએ છીએ”, આમ તો જ થઈ શકે જો ટી.બી.માટે જાગૃત બની નિયમિત તપાસ કરાવાય અને જો ટી.બી નિદાન થાય તો તેની નિયમિત સારવાર લેવાય.
ટી.બી.મુક્ત સમાજ માટે પ્રથમ શરત એ છે કે,જો કેટલાક લક્ષણો જેમકે,સતત ખાંસી, ગળફા સાથે લોહી આવવું,ભૂખ ન લાગે,રાત્રે પરસેવો થવો,વજન ઘટવું જેવું જણાય તો તાત્કાલિક તપાસ કરાવી સારવાર શરૂ કરી દેવી.ટી.બી નો ચેપ કોઈને ન લાગે એ માટે ઉધરસ વખતે મોઢું ઢાંકવું,માસ્ક પહેરવું,જયાં ત્યાં થૂંકવું નહીં,નિયમિત સારવાર લેવી અને પોષણયુક્ત આહાર લેવો જરૂરી બને છે.બાળકોને બી.સી.જી.ની રસી અચૂક મુકાવવી,






Leave a comment