સેન્સેક્સ 236 પોઈન્ટ ઘટીને 81,289 પર બંધ

શેરબજારમાં આજે 12 ડિસેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 236 પોઈન્ટ ઘટીને 81,289 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 93 પોઈન્ટ ઘટીને 24,548ની સપાટીએ બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો અને 12માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરમાંથી 35માં ઘટાડો રહ્યો હતો. એનર્જી, એફએમસીજી અને ઓટો શેર આજે વધુ ઘટ્યા હતા. IT અને બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.

વિશાલ મેગા માર્ટ લિમિટેડ, વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ અને સાઈ લાઈફ સાયન્સ લિમિટેડના ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPOનો આજે બીજો દિવસ છે. પ્રારંભિક જાહેર ઓફર એટલે કે ઈન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન લિમિટેડનો IPO આજે ખુલશે.

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 1.42% અને કોરિયાનો કોસ્પી 0.29%ની તેજી છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં આજે 0.64%નો વધારો જોવા મળી રહ્યો છે.

NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 11 ડિસેમ્બરે ₹1,012 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ પણ ₹2,007 કરોડના શેર ખરીદ્યા હતા.

11 ડિસેમ્બરે અમેરિકાનો ડાA જોન્સ 0.22% ઘટીને 44,148 પર બંધ થયો હતો. S&P 500 0.82% વધીને 6,084 પર અને નેસ્ડેક 1.77% વધીને 20,034 પર બંધ થયો છે.

ઈન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન લિમિટેડનો ​​​​​​​ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આજે ખુલ્યો છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 16 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 19 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

અગાઉ ગઈકાલે એટલે કે 11મી ડિસેમ્બરે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 16 પોઈન્ટના વધારા સાથે 81,526 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,641ના સ્તરે બંધ થયો હતો.

Leave a comment

Trending