ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે (12મી ડિસેમ્બર) રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગે તવાઈ બોલાવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં પ્રાઇડ ગ્રૂપ અને વન વર્લ્ડ ગ્રૂપમાં સેન્ટ્રલ GST વિભાગે દરોડા પડ્યા છે. પ્રાઇડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વન વર્લ્ડ ગ્રૂપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સેન્ટ્રલ સીએસટીની ટીમ દ્વારા રાજકોટના પ્રાઈડ ગ્રૂપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંલગમ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,જે તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.






Leave a comment