શેરબજારમાં આજે એટલે કે 1 જાન્યુઆરીએ તેજી જોવા મળી છે. સેન્સેક્સ 368 પોઈન્ટના વધારા સાથે 78,507 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 98 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, તે 23,742ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં તેજી અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 37માં તેજી અને 13માં ઘટાડો નોંધાયો હતો. ઓટો અને બેન્કિંગ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. IT અને FMCG શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડના આઇપીઓ એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફરનો આજે બીજો દિવસ છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 2 જાન્યુઆરી સુધી બિડ કરી શકે છે. 7 જાન્યુઆરીએ કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
આ પહેલા વર્ષ 2024 ના છેલ્લા ટ્રેડિંગ ડે એટલે કે 31 ડિસેમ્બરે સેન્સેક્સ 109 પોઈન્ટના ઘટાડા સાથે 78,139ના સ્તરે બંધ થયો હતો. તેમજ, નિફ્ટી કોઈપણ ફેરફાર વિના 23,644 ના સ્તરે બંધ થયો હતો.






Leave a comment