અદાણી જૂથની પર્યાવરણીય પહેલો: કચરાને બોજ નહીં, પણ સંસાધન માની ટકાઉ ઉત્પાદનમાં નવીનતા

વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા અનેક મુહિમો ચલાવાઈ રહી છે. ત્યારે અદાણી ગ્રુપના બિઝનેસ તેમાં એક કદમ આગળ વધીને ચેમ્પિયન બની રહ્યા છે. પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત, વેસ્ટ મેનેજમેન્ટ, નેટ ઝીરો માટેની પ્રતિબદ્ધતા, ડીકાર્બોનાઇઝેશન અને ગ્રીન એનર્જી, જળ વ્યવસ્થાપન, જૈવવિવિધતા, નો નેટ ડિફોરેસ્ટેશન, AI-સંચાલિત લોજિસ્ટિક્સ ટ્રેકિંગ અને ગ્રીન સ્કિલિંગ જેવી અનેકવિધ પહેલો થકી અદાણી સિમેન્ટસ ટકાઉ વિકાસમાં ચેમ્પિયન બન્યું છે.

સિમેન્ટ ઉદ્યોગમાં અગ્રણીની ભૂમિકા ભજવતા અદાણી સિમેન્ટ્સ અંતર્ગત અંબુજાએ 11x પ્લાસ્ટિક નકારાત્મક સ્થિતિ પ્રાપ્ત કરી છે. એનો અર્થ એ છે કે પર્યાવરણમાંથી તેના ઉપયોગ કરતા 11 ગણું વધુ પ્લાસ્ટિક દૂર કર કર્યુ છે. નાણાકીય વર્ષ 25 માં અંબુજા સિમેન્ટ્સ અને ACC એ 6,09,648 ટન પ્લાસ્ટિક કચરાને પેકેજિંગ બેગ તરીકે ઉપયોગ કરવા પહેલ કરી છે.

વેસ્ટ મેનેજમેન્ટ અને જીઓક્લીન દ્વારા મ્યુનિસિપલ સંસ્થાઓ અને કૃષિમાંથી 1.12 મિલિયન ટનથી વધુ કચરાને મેનેજ કર્યું છે. આ પ્રયાસોથી તેનો થર્મલ સબસ્ટિટ્યુશન રેટ (TSR) વધીને 9.7% થયો છે. જે 2030 સુધીમાં 25% સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. તેઓ લેન્ડફિલ્સમાંથી પ્લાસ્ટિક કચરાને દૂર કરીને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી સર્કયુલર ઈકોનોમી પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી રહ્યું છે.

20 મિલિયન ટન કચરાના સંસાધનોનો ઉપયોગ વૈકલ્પિક ઇંધણ અને કાચા માલ તરીકે કર્યો છે. કચરાને બોજ નહીં, પણ સંસાધન માની તેઓ ટકાઉ ઉત્પાદનમાં નવીનતાને આગળ ધપાવી રહ્યા છે.

2050 સુધીમાં નેટ ઝીરો માટે પ્રતિબદ્ધ થનારા પ્રથમ બે ભારતીય સિમેન્ટ ઉત્પાદકો તરીકે, અંબુજા સિમેન્ટ્સ અને ACC સ્કોપ 1 અને 2 ઉત્સર્જનને સક્રિયપણે ઘટાડી રહ્યા છે. અંબુજા સિમેન્ટ્સે પહેલાથી જ 200 મેગાવોટ સૌર, 99 મેગાવોટ પવન અને 218 મેગાવોટ વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ્સ (WHRS) કાર્યરત કરી દીધી છે. 2028 સુધીમાં તે 60% ઊર્જા ગ્રીન સ્ત્રોતોમાંથી મેળવવાના તેના લક્ષ્યને પૂર્ણ કરવાના માર્ગ પર છે.

જળ વ્યવસ્થાપન અને જૈવવિવિધતા જેવી કુદરતી મૂડીના પુનર્જીવન માટે કંપની આગેકૂચ કરી રહી છે.  કંપની 12 ગણા વોટર પોઝીટીવ દરજ્જા સાથે આગળ રહી છે. એનો અર્થ એ છે કે, તેના વપરાશ કરતા 12 ગણુ વધુ પાણી ફરીથી ભરે છે. વરસાદી જળસંગ્રહ દ્વારા તે 50% થી વધુ જરૂરિયાતો પૂરી કરે છે. જૈવવિવિધતાના માટે ‘નો નેટ ડિફોરેસ્ટેશન’ પ્રતિબદ્ધતા હેઠળ 2030 સુધીમાં 8.3 મિલિયનના લક્ષ્ય સાથે 6.6 મિલિયનથી વધુ વૃક્ષો વાવ્યા છે. બાંધકામના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા તેમણએ GRIHA-પ્રમાણિત ઉત્પાદનો બનાવ્યા છે. જેમાં અંબુજા કવચ, અંબુજા પ્લસ, અંબુજા કોમ્પોસેમ અને ACC ના ગોલ્ડ વોટર શીલ્ડ, ACC F2R, ACC સુરક્ષા, ACC કોંક્રિટ પ્લસ, ACC ગોલ્ડ અને ACC HPC નો સમાવેશ થાય છે.

ડિજિટલ મોરચે સિમેન્ટ નેટવર્ક ઓપરેટિંગ સેન્ટર (CNOC) અને AI-સંચાલિત લોજિસ્ટિક્સ ટ્રેકિંગ જેવા સાધનોએ રૂટ વિચલનોમાં 23% ઘટાડો કરી કાર્યક્ષમતામાં સુધારો અને ઉત્સર્જન ઘટાડો કર્યો છે.

અદાણી સિમેન્ટ્સે સ્કિલ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (SEDI) ખાતે EV એસેમ્બલી ઓપરેટર ટ્રેડ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ યુવાનોને ઇલેક્ટ્રિક વાહન પ્રણાલીઓમાં તાલીમ આપી ગ્રીન નોકરીઓનું સર્જન કરે છે.

Leave a comment

Trending