રાજકોટમાં અદાણી GAIMSના તબીબ ડાયાબિટીસ અપડેટ ૨૦૨૬ ક્વિઝ સ્પર્ધામાં ઝળક્યા

લોહીમાં સુગર વધારાથી હૃદય,કીડની અને  મેટાબોલિક  ઉપર પડતા પ્રભાવ સંબંધી ક્વિઝના ઉત્તર આપી મેડિસિન વિભાગના ડો. એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું

અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબ ડો.સિદ્ધાર્થ કોઠારીએ  ડાયાબિટીસ અપડેટ ૨૦૨૬ અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત રાજ્યના તબીબો માટેની ક્વિઝ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ૬૮ હરીફો જોડાયા હતા.

ઇન્ડિયન મેડિકલ એસો.રાજકોટ અને ઇન્ડોક્રાઈન સોસાયટી ઓફ રાજકોટ દ્વારા અમેરિકન હેલ્થ એસોસિએશન ગેડલાઇન હેઠળ  યોજાયેલા હેલ્થ અપડેટ ૨૦૨૬ મુજબ  લોહીમાં સુગર વધારો કાર્ડિયો,કીડની અને સમગ્ર મેટાબોલિક ( જીવનપ્રક્રિયા) ઉપર કેવો પ્રભાવ પાડે છે તે વિષય ક્વિઝનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું હતું જેમાં ત્રીજા સ્થાને રહેલા ડો.સિદ્ધાર્થને રુ.૧૦૦૦૦નું ઇનામ પ્રાપ્ત થયું હતું.

GAIMSના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ચીફ.મેડી.સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી, ડીન ડો. એ.એન.ઘોષ તેમજ મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટે તેમને અભિનંદન આપ્યા હતા.

Leave a comment

Trending