BHELનો નફો 156% વધીને ₹1,290 કરોડ થયો

સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL નો નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 156% વધીને 1,290.47 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને 504.45 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

BHELની આવક 37% વધીને 12,310.37 કરોડ રૂપિયા થઈ ગઈ. ગયા વર્ષના આ જ સમયગાળામાં કંપનીને 8,993.37 કરોડ રૂપિયા હતી. શેરધારકો માટે ₹1.40ના ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. BHEL એ આજે 4 મેના રોજ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

મહારત્ન કંપનીનો આખા વર્ષનો કુલ નફો પણ 200% વધીને 1,600.26 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2025માં આ આંકડો 533.90 કરોડ રૂપિયા હતો. તેમજ, આખા નાણાકીય વર્ષમાં આવક 19% વધીને 33,782.18 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. FY25માં તે 28339.48 કરોડ રૂપિયા રહ્યો હતો.

વાર્ષિક ધોરણે

BHELFY26 (જાન્યુઆરી-માર્ચ)FY25 (જાન્યુઆરી-માર્ચ)ફેરફાર (%)
ઓપરેશનલ આવક₹12,310₹8,99337% ↗
કુલ આવક₹12,553₹9,14337% ↗
કુલ ખર્ચ₹10,843₹8,44828% ↗
નેટ પ્રોફિટ₹1,290₹504156% ↗

ત્રિમાસિક ધોરણે

BHELFY26 (જાન્યુઆરી-માર્ચ)FY26 (ઓક્ટોબર-ડિસેમ્બર)ફેરફાર (%)
ઓપરેશનલ રેવન્યુ₹12,310₹8,47345% ↗
કુલ આવક₹12,553₹8,69244% ↗
કુલ ખર્ચ₹10,843₹8,18832% ↗
નેટ પ્રોફિટ₹1,290₹390231% ↗

આખા વર્ષ (FY26) માં BHEL નું પ્રદર્શન

BHELFY26 (એપ્રિલ-માર્ચ)FY25 (એપ્રિલ-માર્ચ)ફેરફાર (%)
ઓપરેશનલ રેવન્યુ₹33,782₹28,33919% ↗
કુલ આવક₹34,590₹28,80420% ↗
કુલ ખર્ચ₹32,512₹28,11816% ↗
નેટ પ્રોફિટ₹1,600₹534200% ↗

BHELનો શેર પરિણામો પછી 52 સપ્તાહની ઊંચી સપાટી ₹399 પર પહોંચી ગયો હતો. જોકે, હાલમાં તે થોડો નીચે આવ્યો છે અને 7% વધીને ₹377 પર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 65%નો ઉછાળો આવ્યો હતો. જ્યારે 6 મહિનામાં શેર 41% વધ્યો છે.

ભારત સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ને તેમની કામગીરી અને ટર્નઓવરના આધારે મહારત્ન, નવરત્ન અને મિનીરત્નનો દરજ્જો આપે છે. ‘મહારત્ન’ નો દરજ્જો એવી કંપનીઓને મળે છે જેમનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ વાર્ષિક નેટ પ્રોફિટ 5,000 કરોડ રૂપિયાથી વધુ હોય અથવા સરેરાશ વાર્ષિક ટર્નઓવર 25,000 કરોડ રૂપિયાથી વધુ હોય.

Leave a comment

Trending