ઈરાન-અમેરિકા વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચારને કારણે આજે એટલે કે 15 જૂને શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 736 પોઈન્ટના ઉછાળા સાથે 76,264 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 231 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 23,853ના સ્તરે પહોંચી ગયો છે.
ઓટો, બેંક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદીનો ટ્રેન્ડ છે. આ તરફ, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના સમાચારને કારણે બ્રેન્ટ ક્રૂડ એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં આજે 4%નો ઘટાડો થયો છે. તે $83 પ્રતિ બેરલ પર આવી ગયું છે.
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| ડાઉ જોન્સ | 51202 | +354 | +0.70% |
| નાસ્ડેક | 25889 | +79 | +0.31% |
| S&P 500 | 7431 | +37 | +0.50% |
આ પહેલા શુક્રવારે એટલે કે 12 જૂને શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ 1,695 અંક ઉછળીને 75,527 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 461 અંકની તેજી રહી હતી, તે 23,622 ના સ્તર પર બંધ થયો હતો.





Leave a comment