ભારતના કુરિયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ તરીકે ઓળખાતી શ્રી નંદન કુરિયર લિમિટેડ પોતાની સફળ કામગીરીના 13 વર્ષ પૂર્ણ કર્યા છે. કંપનીની 13મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર શ્રી નંદન પરિવારમાં આનંદ અને ગૌરવનું વાતાવરણ જોવા મળ્યું હતું.
વર્ષગાંઠના વિશેષ અવસરે કંપનીએ દેશનાં વિવિધ રાજ્યોમાં એક જ દિવસમાં 51 નવી ફ્રેન્ચાઇઝીઓ શરૂ કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે કંપનીનું કુલ ફ્રેન્ચાઇઝી નેટવર્ક વધીને 1,335થી વધુ થયું છે.
શ્રી નંદન કુરિયર લિમિટેડ હાલમાં દેશનાં 23 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાની સેવાઓ આપી રહી છે. કંપનીનું મજબૂત નેટવર્ક હાલમાં 1,800થી વધુ સર્વિસેબલ પિનકોડ વિસ્તારોને આવરી લે છે. ઝડપી, સુરક્ષિત અને સમયસર ડિલિવરી સાથે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવી કંપનીનું મુખ્ય ધ્યેય રહ્યું છે.
કંપનીની 13 વર્ષની વિકાસયાત્રા ગ્રાહકો, ફ્રેન્ચાઇઝી ભાગીદારો, કર્મચારીઓ, એજન્ટો અને સહયોગીઓના વિશ્વાસ, મહેનત અને સતત સહકારના કારણે શક્ય બની છે. આધુનિક ટેક્નોલોજી, ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ, સુવ્યવસ્થિત કામગીરી અને મજબૂત પરિવહન નેટવર્કના માધ્યમથી કંપનીએ કુરિયર ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે.
કંપનીનું આગામી વર્ષ માટેનું લક્ષ્ય વર્તમાન 1,335 ફ્રેન્ચાઇઝીના નેટવર્કને વધારીને 2,000 ફ્રેન્ચાઇઝી સુધી પહોંચાડવાનું છે. કંપની ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવા તથા શ્રી નંદન બ્રાન્ડને દેશભરમાં સરળતાથી ઉપલબ્ધ બનાવવાની દિશામાં કાર્ય કરી રહી છે.
આ ઉપરાંત આગામી સમયમાં કંપની દ્વારા સમય મર્યાદિત એક્સપ્રેસ ડિલિવરી સેવા અને બલ્ક લોડ લોજિસ્ટિક્સ સેવા શરૂ કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. કંપની વધુ શહેરો અને પિનકોડ વિસ્તારોમાં પોતાની સેવા પહોંચાડી રાષ્ટ્રીય સ્તરે નેટવર્કને વધુ વ્યાપક બનાવશે.
કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, “શ્રી નંદન કુરિયર લિમિટેડની 13 વર્ષની સફળ યાત્રા અમારા ગ્રાહકો, ફ્રેન્ચાઇઝી ભાગીદારો, કર્મચારીઓ અને સહયોગીઓના વિશ્વાસનું પરિણામ છે. એક જ દિવસમાં 51 નવી ફ્રેન્ચાઇઝીઓ શરૂ કરવી સમગ્ર શ્રી નંદન પરિવાર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. આગામી વર્ષમાં 2,000 ફ્રેન્ચાઇઝીનું લક્ષ્ય પ્રાપ્ત કરીને અમે દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધી અમારી સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ.”
13મી વર્ષગાંઠના અવસરે કંપનીએ પોતાના તમામ ગ્રાહકો, ફ્રેન્ચાઇઝી ભાગીદારો, કર્મચારીઓ, એજન્ટો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






Leave a comment