SOGએ માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડયો

કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવા અને ગેરકાયદેસર ચીજવસ્તુ વેચનાર પર પૂર્વ કચ્છ SOGએ લાલ આંખ કરી છે. SOG પોલીસે સામખિયાળી નજીકથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો.

પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ SOGના પીઆઇ બી. વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ SOGની ટીમને માદક પદાર્થ ગાંજાની બાતમી મળી હતી. જે બાદ પૂર્વ કચ્છ SOGની ટીમે મોડી રાત્રે ભચાઉ તાલુકા સામખિયાળી ગામમાં વોચમાં હતી. તે દરમિયાન સામખિયાળીથી આંબલીયારા જવાના માર્ગ પર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો.

રેડ દરમિયાન આરોપી મહિલા અને આયુષકુમાર પવનરાય (રહે બિહાર)ની ધરપકડ કરવામાં આવી હતી. માદક પદાર્થ ગાંજો 35 કિલો, મોબાઈલ નંગ 2, રોકડા રૂપિયા સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. 35.590 કિલો માદક પદાર્થ ગાંજાની કિંમત 17 લાખ 93 હજાર આંકવામાં આવી હતી. આરોપીઓ ક્યાંથી ગાંજો લાવ્યા તે અંગે પૂર્વ કચ્છ SOG એ તપાસ શરૂ કરી હતી.

Leave a comment

Trending