અદાણી મેડિકલ કોલેજના પરિસરમાં ગણેશ મહોત્સવના પાવન પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, તબીબો અને સ્ટાફ દ્વારા પ્રગટાવાયેલા ૧૧૧૧ દીવડાઓથી પ્રાંગણ ઝળહળી ઉઠ્યું હતું.
તબીબી વ્યવસાયમાં સતત અભ્યાસ, દર્દીઓની સારવાર અને જવાબદારી વચ્ચે માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી પણ શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ આવશ્યક હોવાથી તે બાબતને પણ અત્ર ઉજાગર કરવામાં આવી હતી. આ ઉજવણીની વિશેષતા એ રહી કે અહીં પરંપરાગત ગણેશ મહોત્સવને માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ જ્ઞાન, સેવા, સકારાત્મકતા અને આરોગ્ય જીવનના મૂલ્યો સાથે જોડીને ઉજવવામાં આવ્યો.






Leave a comment