શેરબજારમાં આજે તેજી રહી. સેન્સેક્સ 564 પોઈન્ટના વધારા સાથે 74,859 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો વધારો રહ્યો અને તે 23,414 પર બંધ થયો. રિયલ્ટી, ફાર્મા અને FMCG શેરોમાં વધુ ખરીદી જોવા મળી.
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEના IPOનો આજે છેલ્લો દિવસ છે. બે દિવસમાં તેને 1.04 ગણું સબ્સ્ક્રિપ્શન મળી ચૂક્યું છે.
IPOની પ્રાઇસ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર છે. તેની લોટ સાઇઝ 8 શેરની છે. એટલે કે, અપર પ્રાઇસ બેન્ડ ₹1,785 પર રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ₹14,280નું રોકાણ કરવું પડશે.
આ પહેલાં ગયા અઠવાડિયે શુક્રવારે એટલે કે 18 સપ્ટેમ્બરે સેન્સેક્સ 20 પોઈન્ટના ઘટાડા સાથે 74,295 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં 76 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો અને તે 23,346 પર બંધ થયો હતો.





Leave a comment