જાણીતા અર્થશાસ્ત્રી, કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર અને યુનાઇટેડ નેશન્સ (UN) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કના પ્રમુખ પ્રોફેસર જેફરી ડી. સેક્સે અદાણી ગ્રૂપને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત વિકાસ અને આર્થિક પ્રગતિમાં મુખ્ય યોગદાનકર્તા ગણાવ્યું છે.
સોમવારે વારાણસીમાં “પ્રાચીન જ્ઞાન અને આધુનિક પડકારો” (Ancient Wisdom for Modern Challenges) વિષય પર આયોજિત વર્લ્ડ સિમ્પોઝિયમમાં પોતાના પ્રારંભિક પ્રવચનમાં પ્રોફેસર જેફરી ભારતમાં અને વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસના ક્ષેત્રમાં અદાણી ગ્રૂપ અને અદાણી ફાઉન્ડેશન (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપનીની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા) દ્વારા કરવામાં આવેલા કાર્યોની વ્યાપક પ્રશંસા કરી હતી.
ચર્ચાઓ દરમિયાન, તેમણે અદાણી ગ્રૂપને ભારતમાં પરિવર્તન અને પ્રગતિના મુખ્ય ચાલક બળ તરીકે વર્ણવ્યું હતું અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાની નોંધ લીધી હતી.
પ્રોફેસર જેફરી વ્યવસાયમાં પારિવારિક નામ આગળ ધપાવવા સાથે જોડાયેલી જવાબદારીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. અદાણી ગ્રૂપનો સંદર્ભ આપતાં તેમણે જણાવ્યું હતું કે આવા ઉદ્યોગો માત્ર પરિવારની ઓળખ જ નહીં, પરંતુ તેના મૂલ્યો, વારસો અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ વહન કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યવસાયોએ સમાજ માટે શું યોગદાન આપી રહ્યા છે તેનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
લિસ્ટેડ કંપનીઓમાં સામાજિક જવાબદારીના અમલીકરણના પડકારો દર્શાવવા માટે પ્રોફેસર જેફરીએ યુનિલિવરના ભૂતપૂર્વ સીઈઓ પોલ પોલમેનના અનુભવનું ઉદાહરણ આપ્યું હતું. પોલમેને કંપનીને સામાજિક રીતે જવાબદાર એન્ટરપ્રાઇઝ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હોવા છતાં, તેમને શેરધારકો, રોકાણકારો અને વિશ્લેષકો તરફથી ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો, જેઓ નાણાકીય વળતરને પ્રાથમિકતા આપવાની અપેક્ષા રાખતા હતા.
તેમણે સંભવિત જોખમો પર પૂરતું ધ્યાન આપ્યા વિના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં વ્યાવસાયિક તકો મેળવવાની આંધળી દોડ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. એન્થ્રોપિક (Anthropic) કંપનીનો ઉલ્લેખ કરીને તેમણે ધ્યાન દોર્યું કે એક તરફ કંપનીના સીઈઓ તેમની ટેકનોલોજીના સંભવિત વિનાશક પરિણામો વિશે ચેતવણી આપી રહ્યા છે, તો બીજી તરફ કંપની મોટા આઈપીઓ (IPO) લાવવાની તૈયારી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે માત્ર વ્યાવસાયિક મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા કરતાં આવા ગંભીર જોખમોના નિવારણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
પ્રોફેસર જેફરીના આ અવલોકનોએ સમાજ પ્રત્યે પારિવારિક વ્યવસાયોની જવાબદારીઓને દૂરગામી અસરો ધરાવતી ટેકનોલોજી વિકસાવતી કંપનીઓ પાસેથી અપેક્ષિત વ્યાપક જવાબદારીઓ સાથે જોડીને રજૂ કરી હતી.





Leave a Reply