અદાણી પોર્ટ્સને ‘ઈન્ડિયાઝ બેસ્ટ એન્યુઅલ રિપોર્ટ એવોર્ડ 2025’ એનાયત

ભારતની અગ્રણી લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ કોર્પોરેટ રિપોર્ટિંગ અને પારદર્શિતાના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રી પ્રેસ જર્નલ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયાઝ બેસ્ટ એન્યુઅલ રિપોર્ટ એવોર્ડ્સ 2025’માં APSEZ ને ‘લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઈન’ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવી છે.

આ એવોર્ડ કંપનીની શ્રેષ્ઠ કોર્પોરેટ ગવર્નન્સ ફ્રેમવર્ક, પારદર્શક ડિસ્ક્લોઝર અને રોકાણકારો સાથેના સ્પષ્ટ સંવાદની પુષ્ટિ કરે છે. વાર્ષિક અહેવાલ દ્વારા પોતાની વ્યૂહાત્મક કામગીરી અને ભાવિ યોજનાઓને અત્યંત સ્પષ્ટતા સાથે રજૂ કરવા બદલ APSEZ ની પસંદગી કરવામાં આવી છે.

આ એવોર્ડ્સ માટે કેરએજ (CareEdge) ના સહયોગથી એક અત્યંત કડક અને બહુસ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. જેમાં ₹5,000 કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી. આ વર્ષે કેપિટલ માર્કેટ, ડિફેન્સ, આઈટી, હેલ્થકેર અને લોજિસ્ટિક્સ સહિત કુલ 10 મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

વિજેતાઓની પસંદગી ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજોની જ્યુરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં સેબીના ભૂતપૂર્વ ચેરમેન એમ. દામોદરન, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઈન્ડિયાના CEO પી. ડી. સિંહ, આદિત્ય બિરલા કેપિટલના CEO વિશાખા મુલ્યે અને ટાટા કેમિકલ્સના MD આર. મુકુંદન જેવા દિગ્ગજો સામેલ હતા.

આ એવોર્ડ સમારોહ માત્ર એક સન્માન નથી, પરંતુ તે ભારતીય કોર્પોરેટ જગતમાં એક બેન્ચમાર્ક સમાન માનવામાં આવે છે. કેરએજ (CareEdge) સાથે મળીને આયોજિત આ પ્લેટફોર્મ પર ઉદ્યોગ જગતના દિગ્ગજો, નાણાકીય નિષ્ણાતો અને ગવર્નન્સ ક્ષેત્રના અગ્રણીઓ એકઠા થાય છે. આ વર્ષે 10 અલગ-અલગ ક્ષેત્રોમાં સખત સ્પર્ધા વચ્ચે APSEZની પસંદગી તેની એકાઉન્ટેબિલિટી (જવાબદેહી) અને ડિસ્ક્લોઝર ક્વોલિટીની ગુણવત્તામાં શ્રેષ્ઠતાના પુરાવા સમાન છે, જે તેને અન્ય કંપનીઓથી અલગ પાડે છે.

કંપની પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ એવોર્ડ APSEZ ની સમગ્ર ટીમની મહેનત અને ભવિષ્ય માટે તૈયાર રહેવાની (future-ready) કોર્પોરેટ ઇકોસિસ્ટમ બનાવવાની કટિબદ્ધતાનું પરિણામ છે.

Leave a comment

Trending