અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રાધ્યાપકોએ રસીકરણ અંગે સમજાવ્યું મહત્વ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે,રસીકરણ બાળકોના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.વડીલો પણ તેમના પુત્ર,પુત્રી,પૌત્રો માટે સાવચેતી અને જાગૃતિપૂર્વક રસીકરણ કરાવતા થયા છે.આ  જાગૃતિની નિશાની છે.પરંતુ રસીકરણ માત્ર બાળકો પૂરતું સીમિત રાખવાને બદલે અબાલવૃધ્ધ દરેક માટે જરૂરી અને એક સુરક્ષા કવચ છે.

અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફે.શ્રેયસ મહેતાએ વિશ્વ રસીકરણ સપ્તાહ  (એપ્રિલ ૨૪- ૩૦) નિમિતે કહ્યું કે, બાળકોને પોલિયો, હિપેટાઇટિસ,  ટી.બી.,ડિપ્થેરિયા વિગેરે જેવી અનેક વેક્સિન  મૂકવામાં આવે છે.સાથે કેટલાક સંક્રમણ વ્યાસકોને પણ અસર કરે છે. માટે જ વયસ્કોએ પણ જરૂરી વેક્સિન સમયાંતરે અને ખાસ કરીને તબીબોની સલાહ અનુસાર લેવી જોઈએ.

કોરોના સમયે રસીકરણનું મહત્વ દરેકને સમજાઈ ગયું.રસીકરણને કારણે જોખમી અને જટિલ બીમારી તેમજ જેમની રોગ પ્રતિરક્ષા પ્રણાલી  ઓછી હોય તેમને સુરક્ષા પ્રદાન રસીકરણથી કરી શકાય છે.તબીબોના જણાવ્યા મુજબ સંક્રમણ ઘણીવાર મોટી ઉંમરના લોકો માટે ગંભીર બની જાય છે.ઉપરાંત લાંબા સમય સુધી બીમાર અને મોટી વયની વ્યક્તિએ રસી અવશ્ય લેવી જોઈએ કેમકે રસી એક સરળ,સુરક્ષિત અને પ્રભાવશાળી ઉપાય છે,જે બીમારી અને પીડા ઓછી કરે છે.

વયસ્કો સંકરણ અને તેનાથી આકાર લેતી જટિલતાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાથી રસી લગાવતી વખતે તબીબની સલાહ અવશ્ય લેવી જોઈએ. સામન્ય રીતે ફ્લૂ ટીટનસ,ડિપ્થેરિયા, ન્યૂમોકોકલ,HPV જેવી અનેક રસી બુઝુર્ગોએ ચોક્કસ સમયાંતરે લેવાની હોવાથી તબીબી સલાહ કારગર સાબિત થાય છે.

વિદેશ જતા લોકો માટે યેલો ફીવર તથા પોલિયો વેક્સિન લેવા જરૂરી છે. ભારતમાં મિલેનિયમ ડેવલપમેન્ટલ ગોલ સર કરવા માટે રસીકરણનું પ્રમાણ ખૂબ ઊંચુ હોવું જોઈએ,એમ પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું.

Leave a comment

Trending