આદરણીય મુખ્યમંત્રી મહોદય શ્રી મોહન ચરણ માઝી જી, માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી સંપદ ચરણ સ્વૈન જી, ઓડિશા સરકારના માનનીય મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ,
IHC અબુ ધાબીના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ, આદરણીય શ્રી સૈયદ બસાર શુએબજી,
સન્નારીઓ અને સજ્જનો, અને ઓડિશાના નગરજનો,
જય જગન્નાથ.
અદાણી સમૂહના નમસ્કાર અને શુભકામનાઓ,
પ્રાચીન વારસો અને આધુનિક આકાંક્ષાઓ એક સાથે આવે છે એવી ઓડિશાની એક અનોખી ભૂમિ જે પુરીની પવિત્ર જગન્નાથ સંસ્કૃતિ અને ઓડિસી નૃત્યની પરંપરાથી લઈ કોણાર્ક સૂર્ય મંદિર અને લિંગરાજ મંદિર જેવા પ્રતિષ્ઠિત સ્થળો સુધી વ્યાપ્ત રાજ્યની સંસ્કૃતિ, કારીગરી અને ગૌરવના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરે છે.
લાખો લોકોને એક સાથે ભક્તિ અને ઉજવણીમાં જોડતી રથયાત્રામાં ઓડિશાની ભાવના શ્રેષ્ઠ રીતે જોવા મળે છે. સરળતા, સ્થિતિસ્થાપકતા અને પ્રકૃતિ સાથે સુમેળ મૂળ ધરાવતું, ઓડિશા પ્રાચીન છતાં આધુનિક, પરંપરાગત છતાં નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે -.
ભારતના સમૃદ્ધ ખનિજ સંસાધનો ધરાવતા ઓડિશા દેશના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યું છે.
ઓડિશામાં બોક્સાઈટનો સૌથી મોટો ભંડાર ઉપરાંત ભારતના ૫૦% થી વધુ આયર્ન ઓર ભંડાર, વીજળી અને ઔદ્યોગિક વિકાસને આધાર આપતો કોલસાનો વિપુલ જથ્થો છે. ક્રોમાઈટ, મેંગેનીઝ, ચૂનાના પથ્થર અને ડોલોમાઈટ જેવી કુદરતી ખનીજ સંપત્તિથી સમૃદ્ધ ભંડારના વિપુલ સંસાધનોનું સંયોજન ઓડિશાને ભારતના સૌથી વ્યૂહાત્મક રીતે મહત્વના ઔદ્યોગિક સ્થળોમાંનું એક બનાવી ધાતુઓ, ઊર્જા, સિમેન્ટ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો સહિતની સંકલિત ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
માનનીય મુખ્યમંત્રીશ્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત સમર્થન સાથે સક્રિય ઓડિશા સરકાર કાચા માલના સપ્લાયરથી મૂલ્યવર્ધિત ઉત્પાદન હબ તરફ સંક્રમણ કરી રહી છે.
ઉદ્યોગસાહસિકતા, હિંમત, સંસ્કૃતિ અને અપાર શક્યતાઓની આ મહાન ભૂમિમાં આજે અહીં હોવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.
આપણે ફક્ત ઐતિહાસિક એક સમજૂતિ કરારના સાક્ષી બનવા માટે જ નહીં પરંતુ ભારતના વિકાસ માર્ગને આકાર અને વેગ આપનારા ઓડિશા માટે એક નવા આર્થિક અધ્યાયની શરૂઆત કરવા માટે આજે એકત્ર થયા છીએ.
અદાણીનો પ્રકલ્પ વાસ્તવમાં વૈશ્વિક સ્તરે મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. જેનું પ્રસ્તાવિત રોકાણ ૧૧.૫ અબજ ડોલર અર્થાત લગભગ રુ. ૧.૦૮ લાખ કરોડ થાય છે IHC સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહેલ આ રોકાણ વિશ્વના સૌથી મહત્વના એલ્યુમિનિયમ ઇકોસિસ્ટમ રોકાણોમાંનું એક છે.
પરંતુ તેનું સાચું મહત્વ ફક્ત રોકાણના કદમાં જ નહી પણ તેની અસરની ઊંડાઈમાં રહેલું છે. આ પ્રકલ્પ એક સંકલિત ઇકોસિસ્ટમમાં એલ્યુમિનિયમની સંપૂર્ણ મૂલ્ય શ્રેણીને એકસાથે લાવે છે. વાર્ષિક લગભગ ૪ મિલિયન ટન એલ્યુમિના રિફાઇનરી, લગભગ ૨૦ મિલિયન ટન એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને આશરે ૧૦ મિલિયન ટન ડાઉનસ્ટ્રીમ એલ્યુમિનિયમ પાર્કની કલ્પનાને અંદાજે ૪,૦૦૦ મેગાવોટની કેપ્ટિવ પાવર ક્ષમતા અને આશરે ૪૦૦ મેગાવોટ ગ્રીન એનર્જીના ઘટક દ્વારા આધાર પૂરો પાડવામાં આવશે. આ આંકડા ફક્ત આંકડા નહી પણ નવા ઔદ્યોગિક ભવિષ્યના પાયાનું નિર્માણ કરે છે.
બાંધકામ દરમિયાન આ પ્રકલ્પ લગભગ ૩૫,૦૦૦ નોકરીઓનું સર્જન કરશે. કામકાજ દરમિયાન લગભગ૧૮,૫૦૦ નોકરીઓને આધાર આપશે. પ્રત્યેક આ સંખ્યામાં પાછળ એક પરિવાર, એક સ્વપ્ન, કૌશલ્ય પ્રાપ્ત કરતો યુવાન, ઓર્ડર મેળવતો નાનો વ્યવસાયકાર, બજાર શોધતો સ્થાનિક ઉદ્યોગસાહસિક અને નવી તકો નિહાળતો સમુદાય શામેલ છે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, ભારતે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નક્કી કરેલા મહાન રાષ્ટ્રીય મિશનમાં આવા પ્રકલ્પો તેના મુખ્ય ઘટકો છે. વિકસિત ભારત માટે ૨૦૩૬ સુધીમાં વિકસિત ઓડિશા, સમૃદ્ધ એક એવા ઓડિશાની જરૂર પડશે. જે તેના ખનિજોમાં મૂલ્ય ઉમેરે છે. એક એવું ઓડિશા જે વિશ્વસ્તરીય ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે અને એક એવું ઓડિશા જે તેના યુવાનો માટે રોજગારીનું સર્જન કરે છે.
અદાણી સમૂહ માટે ઓડિશા માત્ર પૂર્વી ભારતનો એક ભાગ નથી. અમારા ચેરમેન, શ્રી ગૌતમ અદાણી ઓડિશાને હંમેશા પૂર્વી ભારતના આર્થિક વિકાસના હાર્દ તરીકે જોતા આવ્યા છે. તેઓએ ઓડિશામાં ફક્ત સંસાધનો જ નહીં, પણ સ્થિતિસ્થાપકતા, ફક્ત ભૂગોળ જ નહીં, પણ ભાગ્ય પણ નિહાળ્યું છે. ઓડિશામાં માત્ર ક્ષમતા જ નહીં, પરંતુ ભારતના ઔદ્યોગિક વિકાસની આગામી લહેરને આગળ ધપાવવાની શક્તિ પણ છે. ત્યારે આ પ્રકલ્પ એ દિશામાં એક વિરાટ કદમ છે.
ઓડિશાના લોકોને, હું કહેવા ઇચ્છું છું કે આ પ્રકલ્પ આપનો છે. તેનો હેતુ આપના સંતાનો માટે તકો ઊભી કરવાનો, આપના સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનો, આપની ઉદ્યોગસાહસિકોને શક્તિ આપવાનો અને ઓડિશાને વિશ્વભરમાં પહોંચાડવાનો છે.
ઓડિશા સરકારને, આપની દ્રષ્ટીને અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટેની આપની પ્રતિબદ્ધતાની અમે હાર્દિક પ્રશંસા વ્યક્ત કરીએ છીએ.
ઓડિશા અને ભારતમાં IHC અને બધા હિસ્સેદારોના વિશ્વાસનું અમે સ્વાગત કરીએ છીએ. આપણે સાથે મળીને એક એવું ઓડિશા બનાવીએ જે પૂર્વી ભારતને પરિવર્તિત કરે.જે ભારતને મજબૂત બનાવે તેવો સાથે મળીને ઇતિહાસ રચીએ.
જય જગન્નાથ.
બંદે ઉત્કલ જનની
જય હિંદ.





Leave a comment