જી. કે. જન. હોસ્પિ. માં મધર્સ ડે નિમિતે માતાની લાંબી અને નીરોગી ઉમર માટે આપી શકાય તેવી ભેટનો કર્યો નિર્દેશ

મધર્સ ડે નિમિતે માં ને એવો સ્વાસ્થ્ય ઉપહાર આપો કે જે તેની રોજિંદી જિંદગીને આસાન બનાવે

માતૃત્વ દિવસ નિમિતે માં પ્રત્યે સન્માન અને પ્યાર વ્યક્ત કરવો એ જરૂરી છે, કારણકે માતા બાળકો અને પરિવારના સુખ સગવડ માટે પોતાના આરોગ્યને નઝર અંદાઝ કરે છે.ત્યારે માં ને એવી હેલ્થ ગિફ્ટ આપવી જોઈએ  કે  જેથી માં લાંબી,નીરોગી ઉમર ભોગવી શકે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ માતૃત્વ દિવસ નિમિતે માંને આપવાની સ્વાસ્થ્ય ભેટ અંગે જણાવ્યું કે,સામાન્ય રીતે માતાને આ દિવસે કોઈને કોઈ પ્રકારની ભેટ આપીએ છીએ,ત્યારે જો કોઈ ભેટ ન દેખાય તો માતાને હેલ્થની ભેટ આપો, જેમકે માતાની નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવો.૪૦ની ઉંમર પછી બી.પી.સુગર,થાઇરોઇડ કેલ્શિયમ,વિટામિન “ડી” અને સ્તન તથા સર્વાઇકલ કેન્સરની તપાસ ખાસ છે.

માતાને સંતુલિત આહારનો ઉપહાર આપી શકાય, જેમાં પોષક  પદાર્થોથી ભરપૂર ખાધ્ય આહારમાં રોજ ફ્રેશ ફ્રૂટ,શાકભાજી,આખું અનાજ તેમજ કેલ્શિયમની કમી દૂર કરવા માતા રોજ દૂધ, દહીં,છાસ અને પનીર લે તેવો આગ્રહ પુત્ર રાખી શકે અને માતા પ્રત્યે પ્રેમ જતાવી શકે.માતા રોજ હળવી,સામાન્ય શારીરિક કસરત કરે.રોજ સવારે માં ને વોકિંગ કરવા લઈ જાય જેથી માતા માનસિક એકાગ્રતા અને શારીરિક મજબૂતી જાળવી શકે.

માતાને જો સૌથી મહત્વની ભેટ હોય  તો તેમના માટે તણાવ મુક્ત માહોલ બનાવવો ખૂબ જરૂરી છે.જેથી માં ૭ થી ૮ કલાક સારી રીતે ઊંઘ લઈ શકે અને ઊંઘ લેશે તો ટાઇપ – ૨ ડાયાબિટીસ,પ્રેશર અને હૃદય રોગનો ખતરો ઓછો થશે.ઉપરાંત સાંધાનો દુખાવો ઘટશે.૪૦+ પછી મેનોપોઝને કારણે હાડકાંનો દુખાવો વધે છે.સાંધાની સમસ્યા વધે છે. થકાન લાગે છે.ગમે તેમ પણ માતાને સ્વસ્થ રાખવી એજ મોટી ભેટ છે.કારણકે માં સ્વસ્થ હશે તો જ પરિવાર ખુશ રહેશે, એમ ડો. હિરાણીએ ઉમેર્યું હતું. 

માતાની ૫૦ વર્ષની ઉંમર પછી આ ટેસ્ટ અચૂક કરાવો

૫૦ વર્ષ પછી હાર્ટ ચેકઅપ,બોન ડેન્સિટી,બ્લડ સુગર ટેસ્ટ,થાઇરોઇડ,કેન્સર સ્ક્રીનીંગ(બ્રેસ્ટ અને સર્વાઇકલ) , વિટામિન ટેસ્ટ પછી જરૂર જણાય તો સારવારરૂપી તોહફા પણ આપી શકાય. માં ને એવી વેલનેસ પ્રોડક્ટ પણ ગિફ્ટ કરી શકાય જેના દ્વારા માતા પોતાની હેલ્થનું ધ્યાન જાતે રાખી શકે.જોકે માતાને આવી ભેટ આપવા સાથે જરૂર જણાય ત્યાં તબીબની સલાહ પણ લેવી જરૂરી છે.

Leave a comment

Trending