પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં ભીખુભા જાડેજા અને મયુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 355000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં આશરે 150કિલોગ્રામ વજનના કોપરના કેબલ (કિંમત રૂ. 105000/-) અને એક છોટા હાથી વાહન (રજી. નં. GJ-12-AV-5442, કિંમત રૂ. 250000/-) નો સમાવેશ થાય છે.






Leave a comment