જી. કે. જન. હોસ્પિ.ના ઓન્કો.સર્જન અને ટીમે અંડાશયમાં વિકસિત કેન્સરની ગાંઠ પેટમાં અન્યત્ર ફેલાતા ઓપરેશન કરી આધેડ મહિલા બની જોખમ મુક્ત

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગે પ્રૌઢ અવસ્થાની મહિલાના અંડાશયમાં વિકસિત જીઅને પેટના જુદા જુદા અંદાજે ૧૬ જેટલા ભાગમાં ફેલાયેલી ગાંઠોનું સફળ ઓપરેશન કરી બહેનને કેન્સર મુક્ત કરતા જીવતદાન મળ્યું હતું.

હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ સર્જન ડો.હેત સોનીએ સફળ શસ્ત્રક્રિયા કર્યા બાદ જણાવ્યું હતું કે,આધેડ ઉંમરની મહિલાને ઓવરી અર્થાત્ અંડાશયમાં ગાંઠ હતી.જેનું નિદાન થયા બાદ કોમોથેરાપીની સલાહ આપવામાં આવી, જેથી ગાંઠની સાઇઝ ઘટે અને શસ્ત્રક્રિયા કરી શકાય.કોમો બાદ ગાંઠનો આકાર ઘટતા શસ્ત્રક્રિયા કરાઈ. સર્જન કૃણાલ શેઠે ઉમેર્યું કે,કેન્સરની પરિભાષામાં આ ઓપરેશનને R૦ રીસેકશન(કેન્સર મુક્ત દર્દી) કહેવાય છે. 

સર્જનો ડો. જય ચોટાઇ,ડો.નફીસા સુરતી અને ડો.હેમાંશી વાઘમશીના જણાવ્યા મુજબ આ ગાંઠ માત્ર અંડાશય સુધી સીમિત ના રહેતા પિતાશય, નાના મોટાં આંતરડાં,જઠર તેમજ શરીરને દોડતી રાખતી ધમની સુધી પહોંચી ગયેલી ગાંઠોને સિફતપૂર્વક દૂર કરવામાં આવી હતી.આ પ્રકારનું ઓપરેશન ખાસ કરીને કચ્છમાં ભાગ્યે જ જોવા મળે છે.દર્દીને હોસ્પિટલમાં ૧૦ દિવસ રાખ્યા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.  ડો.સોનીના જણાવ્યા મુજબ જી.કે. માં છેલ્લા દોઢ વર્ષમાં ૭૦ જેટલા અંડાશયના કેન્સરના ઓપરેશન કરાયા છે.

અંડાશય કેન્સરના કરણો, લક્ષણો ને જોખમી પરિબળો:

અંડાશય મહિલાના પેટના નીચેના ભાગમાં જોવા મળે છે.પેટમાં સોજો,દર્દ, યુરિનમાં બદલાવ,અનિયમિત માસિક અથવા તો વધુ લોહી પડવું મુખ્ય લક્ષણો છે.મોટી ઉંમરની મહિલાઓને શક્યતા વધુ રહે છે.સ્થૂળતા,વારસાગત, ગર્ભ ન રહેવો જેવા જોખમી પરિબળો છે.માટે પરીક્ષણ કરાવતા રહેવું.W.H.O. ની માર્ગદર્શિકા પ્રમાણે ૪૦ કે તેથી વધુ ઉંમરની બહેનોએ સ્ક્રીનીંગ અને ગર્ભાશયના મુખનું પરીક્ષણ નિયમિત અંતરે પરીક્ષણ કરાવવું આવશ્યક બને છે.

Leave a comment

Trending