વૈશ્વિક રિસર્ચ ફર્મ બર્નસ્ટીન અદાણી ગ્રુપ માટે બુલિશ! પોર્ટ અને પાવરને ‘આઉટપરફોર્મ’ રેટિંગ

વોલ સ્ટ્રીટની સૌથી નિષ્પક્ષ ગણાતી વૈશ્વિક રિસર્ચ ફર્મ બર્નસ્ટીન (Bernstein) એ અદાણી જૂથ પર  વિજયની મહોર મારી દીધી છે.  બર્નસ્ટીને તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપની બેલેન્સ શીટને ‘સંપૂર્ણ સ્વસ્થ અને સલામત’ જાહેર કરીને રોકાણકારોની તમામ આશંકાઓનો અંત આણી દીધો છે. સરકારી માલિકીની કંપનીઓ સામે મોટા પાયે પ્રોજેક્ટ્સ પૂરા કરવાની અસાધારણ ક્ષમતા અને બજાર પર પ્રભુત્વને કારણે અદાણીના શેરો કમાણીનું એન્જિન સાબિત થવા જઈ રહ્યા છે.

બર્નસ્ટીને રિપોર્ટમાં ખાસ નોંધ્યું છે કે અદાણી ગ્રુપ પાસે મોટા પાયે પ્રોજેક્ટ્સ પૂરા કરવાની અસાધારણ ક્ષમતા છે. સરકારી માલિકીની સ્પર્ધક કંપનીઓ સામે અદાણીનું બિઝનેસ મોડલ ઘણું જ મજબૂત, ઝડપી અને વ્યાપારી રીતે વધુ સ્માર્ટ સાબિત થઈ રહ્યું છે. રોકાણકારોને આશ્વાસન આપનારી બાબત એ છે કે બર્નસ્ટીને અદાણી ગ્રુપના દેવા (Debt Levels) અંગે ફેલાયેલી ચિંતાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે.

બ્રોકરેજના જણાવ્યા મુજબ કંપનીના દેવાની ચુકવણીનું શિડ્યુઅલ સુવિધાજનક છે. કંપનીના બોન્ડ્સના વ્યાજ દરો (Yields) નિયંત્રણમાં છે. પ્રમોટર્સનું હોલ્ડિંગ અને શેરો ગીરવે મૂકવાના આંકડા સંપૂર્ણપણે સ્વસ્થ અને સલામત સ્તરે છે. 

રિપોર્ટમાં અદાણી ગ્રુપની મુખ્ય કંપનીઓ માટે ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યા છે. જેમાં અદાણી પોર્ટ્સ (APSEZ)ને ‘આઉટપરફોર્મ’ રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ: ₹૧,૮૮૦ આપવામાં આવ્યો છે. બર્નસ્ટીનના મતે અદાણી પોર્ટ્સ પાસે બજારમાં મજબૂત પ્રાઇસિંગ પાવર (ભાવ નક્કી કરવાની શક્તિ) છે. માળખાકીય રીતે કાર્યક્ષમ હોવાના કારણે અદાણીને વેલ્યુ ચેઈન વધારવાની તક મળે છે. 

બ્રોકરેજે અદાણી પાવરને ‘આઉટપરફોર્મ’ રેટિંગ આપતા તેનો ટાર્ગેટ પ્રાઇસ: ₹૧૭૭ રાખ્યું છે.બર્નસ્ટીન અદાણી પાવરે ભારતના બંને મુખ્ય સાધનો સપ્લાયર્સ પાસેથી લાંબા ગાળાના કરારો હસ્તગત કર્યા છે, જેનાથી આગામી વર્ષો માટે હરીફો લોક-આઉટ (બાકાત) થઈ ગયા છે.

અંબુજા સિમેન્ટ્સને ‘માર્કેટ-પરફોર્મ’ રેટિંગ આપતા તેનો ટાર્ગેટ પ્રાઇસ ₹૫૪૨ રાખ્યો છે. બર્નસ્ટીને આ સિમેન્ટ કંપની માટે પોતાનું ન્યુટ્રલ વલણ જાળવી રાખ્યું છે. ગ્રુપના અમુક શેરોના વેલ્યુએશન હજી પણ હરીફોની લાઈનમાં હોવાથી પોર્ટફોલિયોમાં પસંદગીની તકો ઉપલબ્ધ છે. 

ગ્લોબલ રિસર્ચ જાયન્ટ બર્નસ્ટીનનો આ રિપોર્ટ અદાણી ગ્રુપની નાણાકીય સ્થિરતા અને ભવિષ્યની વિકાસ ક્ષમતા પર મહોર મારે છે, જે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો ભરોસો વધુ મજબૂત કરશે.

Leave a comment

Trending