સેન્સેક્સ 1074 પોઈન્ટ વધીને 76,488 પર બંધ

સેન્સેક્સ આજે 1074 પોઈન્ટ (1.42%)ના ઉછાળા સાથે 76,500 પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટીમાં પણ 312 પોઈન્ટ (1.32%)નો ઉછાળો રહ્યો, તે 24,032ના સ્તરે બંધ થયો. આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેર્સમાં વધુ ખરીદી જોવા મળી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાનો કરાર ‘લગભગ ફાઇનલ’ થઈ ચૂક્યો છે. બંને દેશો વચ્ચે હજુ અંતિમ વિગતો પર કામ ચાલી રહ્યું છે. ખાડી દેશોના નેતાઓ અને ઇઝરાયલી વડાપ્રધાન સાથે વાતચીત બાદ આ કરાર ફાઇનલ થઈ રહ્યો છે.

ટ્રમ્પે કહ્યું કે કરાર હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે. આ તે જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વની કુલ તેલ સપ્લાયનો લગભગ પાંચમો ભાગ પસાર થાય છે. આ સમાચાર આવ્યા પછી આજે વહેલી સવારે જ ક્રૂડ ઓઈલના ભાવમાાં વધારો થયો.

તેલ કંપનીઓએ આજે 25 મેના રોજ પેટ્રોલ ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું કર્યું છે. આ વધારા પછી દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ₹102.12 અને ડીઝલની કિંમત ₹95.20 થઈ ગઈ છે.

શેરબજારમાં 22 મેના રોજ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 232 પોઈન્ટ (0.31%)ના વધારા સાથે 75,415 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 65 પોઈન્ટ (0.27%)નો વધારો જોવા મળ્યો હતો, તે 23,719 પર પહોંચ્યો હતો. કારોબારમાં બેંક અને મેટલ શેરોમાં ખરીદી રહી હતી.

Leave a comment

Trending