જી. કે. જન. હોસ્પિ.ના ડાયટ વિભાગ દ્વારા વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસની કરાઈ ઉજવણી

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં   દર વર્ષે ૭મી જુનના રોજ  ઉજવાતા  વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમના રોગ અનુસાર સુરક્ષિત,સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવા માટે વ્યવહારુ અને વિજ્ઞાન આધારિત નિયમોનું ચુસ્ત પાલન કરવા કિચન સ્ટાફને ડાયેટિશ્યન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડાયેટિશ્યન તન્વી મજેઠીયા અને પૃથ્વી લખલાણીએ  કિચન સ્ટાફને કેપ અને માસ્ક તથા હાથ મોજાં પહેરીને રસોઈ કરવી.રસોઈ બનાવતા પહેલા સંભાળ સ્વરૂપે  અનાજ બરોબર સાફ કરવું,શાકભાજી ધોઈને વાપરવા અને સૌથી મહત્વની તો કુકની પોતાની  સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉપરાંત રસોઈ માટેનો કાચો માલ સ્વચ્છ જગ્યાએ અને યોગ્ય તાપમાનમાં  સ્ટોર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તબક્કે તેમણે દર્દીઓને પણ સ્વસ્થ ભોજન અંગે વાકેફ કર્યા હતા.

તેમણે પેકેજ વાળા ખોરાકની ઉત્પાદન, એક્સપાયરી ડેટ અને ખાધ્ય સુરક્ષા માટે નિયત લોગો FSSAI ( ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરરી ટી ઓફ ઇન્ડિયા) અર્થાત્ ભારતીય ખાધ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ  તથા વેજ અને નોન વેજનો લોગો ચકાસીને ખરીદી કરવા વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

Leave a comment

Trending