જૂનમાં GST કલેક્શન ₹1.94 લાખ કરોડ થયું

જૂન 2026માં 1.94 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. આ એપ્રિલના રેકોર્ડ 2.42 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 20% ઓછું છે. જોકે, ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે જૂન 2025 કરતાં 14% વધુ છે.

જૂન 2025માં ₹1.71 લાખ કરોડનું GST કલેક્શન થયું હતું. સરકારે આજે એટલે કે 1 જુલાઈએ GST કલેક્શનના આંકડા જાહેર કર્યા.

જૂન મહિનામાં GST કલેક્શનની વૃદ્ધિ મુખ્યત્વે આયાત પર નિર્ભર રહી. આયાતી માલસામાનમાંથી થતી કુલ GST આવક વાર્ષિક ધોરણે 35% વધીને 60,038 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ.

જ્યારે, બીજી તરફ, ઘરેલું ટ્રાન્ઝેક્શનથી થતી કુલ ઘરેલું કમાણીમાં 6.5%નો વધારો થયો અને તે 1.34 લાખ કરોડ રૂપિયા રહી.

  • નેટ ધોરણે આયાત GST કલેક્શન 42.2% વધીને 45,370 કરોડ રૂપિયા રહ્યું
  • નેટ સ્થાનિક આવક 2.6% વધીને 1.17 લાખ કરોડ રૂપિયા રહ્યું.

GST કલેક્શન એ દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે. જો કલેક્શન વધારે હોય, તો તેનો અર્થ એ છે કે લોકો જોરશોરથી ખરીદી કરી રહ્યા છે, ફેક્ટરીઓમાં ઉત્પાદન વધી રહ્યું છે અને લોકો પ્રામાણિકપણે ટેક્સ ભરી રહ્યા છે.

સરકારે 1 જુલાઈ 2017 ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 કર અને 13 ઉપકર દૂર કરવામાં આવ્યા હતા.

Leave a comment

Trending