સેન્સેક્સ 964 અંક વધીને 78,151 પર બંધ

આજ સેન્સેક્સ 964 પોઈન્ટના ઉછાળા સાથે 78,151ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 261 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, તે 24,334 પર બંધ થયો. આજના કારોબારમાં IT, ઓટો અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જૂન ક્વાર્ટર (Q1 FY27)ના પરિણામો આજે બજાર બંધ થયા પછી જાહેર થવાના છે. આ પરિણામોની જાહેરાત પહેલા રિલાયન્સનો શેર 2.5%ના ઉછાળા સાથે ₹1,328ના સ્તરે બંધ થયો.

છેલ્લા કેટલાક સમયથી મુકેશ અંબાણીની આ કંપનીનો સ્ટોક સતત દબાણમાં જોવા મળ્યો છે. આ શેર છેલ્લા 1 મહિનામાં 1%, 3 મહિનામાં 3.5%, 6 મહિનામાં 6% અને છેલ્લા 1 વર્ષમાં લગભગ 10% સુધી ઘટ્યો છે.

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જટકાવારી ચેન્જ
ડાઉ જોન્સ52553-106-0.20%
નાસ્ડેક25882-387-1.47%
S&P 5007534-39-0.51%

શેરબજાર ગઈકાલે એટલે કે 16 જુલાઈએ ફ્લેટ બંધ થયું. સેન્સેક્સ 1 અંકના વધારા સાથે 77,186 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 5 અંક ઘટીને 24,072 ના સ્તરે પહોંચ્યો. રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

Leave a comment

Trending