અદાણી મેડિકલ કોલેજમાં સિસ્ટેમેટિક રિવ્યૂ અને મેટા એનાલિસીસ વિષય પર મેડિકલ સંશોધન વર્કશોપ યોજાયો

અદાણી મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગ અંતર્ગત વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત તબીબી સારવારના વધતા જતા મહત્વના ભાગ રૂપે રાજ્યની જુદી જુદી કોલેજૉના તબીબો રેસિ. ડોક્ટર્સ અને સંશોધકો માટે સિસ્ટેમેટિક રિવ્યૂ અને મેટા એનાલિસીસ વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦ જેટલા તબીબોએ ભાગ લીધો હતો. 

કોલેજના ડીન ડો.અજીતકુમાર ખીલનાનીની ઉપસ્થિતિમાં  ગોરખપુર AIIMSના ફાર્મેકોલોજીના એડિશનલ પ્રોફે.ડો.તેજસ પટેલે માર્ગદર્શન આપતા કહ્યું કે, દર્દીઓને અપાતી સારવાર સંદર્ભે જો  સિસ્ટેમેટિક રિવ્યૂ કરાય તો સરકારને દર્દીઓની સારવાર માટે સચોટ અને પુરાવા આધારિત  નીતિ બનાવવામાં મોટી મદદ મળી શકે અને સારવાર વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત કરી શકાય.

સિસ્ટમેટિક રિવ્યૂ શું છે:

સિસ્ટેમેટિક રિવ્યૂ એટલે વ્યવસ્થિત સમીક્ષા જેના દ્વારા કોઈ બીમારી કે સારવાર પર દુનિયાભરમાં થયેલા તમામ સંશોધન પેપર્સને એક ચોક્કસ પદ્ધતિથી એકત્ર કરી, તેની ગુણવત્તા તપાસી ચોક્કસ તારણ ઉપર આવવું.

આ વર્કશોપમાં આસિ.ડીન.ડો.હિતેશ આસુદાની, ડો.અમિત મહેશ્વરી અને ડો.સચિન પાટીલ જોડાયા હતા. જ્યારે કોલેજના ફાર્મોકોલોજી વિભાગના એસો.પ્રોફે.ડો.હિરલ ગોલકિયા, આસિ.પ્રોફે.નિલેશ ખૂટેટા, આસિ.પ્રોફે.ડો.પુનિતા વસાણી, ડો.શિલ્પા હિરાણી અને ડો.મીમાંસા ઠાકર જોડાયા હતા. વર્કશોપમાં ડેટા સર્ચ અને સ્ક્રીનીંગ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a comment

Trending