– એક સાથે ત્રણ રોગના સંયોજન સામે લડતા સિનિ.સિટીઝનને જોઈએ વિશેષ કાળજી
સિનિયર સિટીજનને અર્થાત્ વડીલોને અનેક સમસ્યાઓ કોરી ખાતી હોય છે, પરંતુ મોટાભાગે આરોગ્યની સમસ્યા તેમને સૌથી વધુ આકરી લાગતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારતમાં થયેલી મોજણી અનુસાર ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં ક્રોનિક બીમારી, હાડકા અને સાંધાનો દુખાવો તેમ જ માનસિક સ્વાસ્થ્ય મુખ્ય સમસ્યા પૈકીની મહત્વની છે.ભારતમાં એક સર્વે મુજબ ૮ ભારતીયે એક વડીલ છે.
અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણીના જણાવ્યા મુજબ ક્રોનિક બીમારીમાં બી.પી., ડાયાબિટીસ, હાર્ટને લગતી સમસ્યાઓ સૌથી મોટી છે. ઉંમર સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી 10 માંથી સાત સિનિયરને બી.પી. અથવા ડાયાબિટીસ હોય છે. આ બંને બીમારી હાર્ટ એટેક, કિડની ફેઈલ અને આંખમાં મોતિયો,બહેરાશ તેમજ પગમાં ઈજા થવી મુખ્ય છે.જી.કે. માં પ્રતિ માસે લગભગ ૩૦૦૦ જેટલા સિનિયર સિટીઝન વિનામૂલ્યે સારવાર અપાય છે.
બીજા નંબરે હાડકા અને સાંધાનો દુખાવો થતો હોય છે. કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપથી હાડકા નબળા પડે છે. ઘસારાને કારણે ઘૂંટણ, કમરનો દુખાવો થાય છે, જેથી ચાલવામાં તકલીફ, પડી જવાનો ભય, ફ્રેક્ચર્સ એ સિનિયરને પજવતો મુખ્ય ભય છે.બાથરૂમ અને ઘરમાં પડી જવાય અને એકવાર હીપ ફેક્ચર થાય તો ઊભા થઈ શકવું મુશ્કેલ થાય છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ એટલો જ ઘેરો હોય છે. આ સમસ્યા તરફ ધ્યાન ભલે ઓછું જાય પણ સિનિયર માટે વધુ ખતરનાક અને બીજા રોગ માટે ઘર બની જાય છે. બાળકો બહાર હોવાથી એકલા પડી જાય છે. નિવૃત્તિ પછીનો ખાલીપો ભયંકર હોય છે. મિત્રો ઓછા થવા અને જીવન પ્રત્યે મોહ ભંગ થવો પરિણામે ડિપ્રેશન, ચિંતા, ભૂલવાની બીમારી થાય છે તેમાંય એકલા રહેતા હોય સિનિયરમાં વધુ જોવા મળે છે.ભારતમાં ૨ કરોડ વડીલો એકલા રહે છે.
વૃદ્ધાવસ્થામાં કવચ સામન ગોલ્ડન ઉપાયો:
ડો.હિરાણીના જણાવ્યા મુજબ વૃદ્ધાવસ્થા બીમારી નથી પણ કેટલીક ખાસ કાળજી લેવી જરૂરી છે. જેમ કે દર છ મહિને બી.પી., સુગર, હાડકાની ઘનતા અને આંખ તથા કાનનું ચેકઅપ કરાવી જ લેવું જોઈએ. શરીર પ્રમાણે ૩૦ મિનિટ વોકિંગ અને 15 મિનિટ તડકો લેવો જરૂરી જે હાડકા અને હાર્ટ બંને માટે ઉપયોગી હોય છે. પરિવાર હોય તો પરિવાર સાથે અને એકલા હો તો મિત્રો સાથે જોડાયેલા રહેવું. શરીરની બીમારી કરતા એકલતા અને પડી જવાનો ભય સિનિયર માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે.






Leave a comment