નવી BJP ટીમ સાથે નિતિન નબીનની પ્રથમ બેઠક

ભાજપ અધ્યક્ષ નિતિન નબીને શનિવારે પાર્ટીની 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમ સાથે પ્રથમ બેઠક કરી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી, બૂથ અને જમીની સ્તરે સંગઠન મજબૂત કરવા, યુવાનોને જોડવા અને સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવાની રણનીતિ પર ચર્ચા થઈ.

આ બેઠક દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં થઈ. બેઠક પહેલાં રાષ્ટ્રગીત વંદે માતરમના તમામ 6 અંતરા ગવાયા. નિતિન નબીન આજે બપોરે BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો અને પ્રદેશ પ્રભારીઓ સાથે પણ બેઠક કરશે.

નવીને ભાજપ અધ્યક્ષ બન્યાના 209 દિવસ પછી, 17 ઓગસ્ટે 65 સભ્યોની કાર્યકારિણીની જાહેરાત કરી હતી. આમાં 51 નવા ચહેરા સામેલ છે. આમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહાસચિવ છે. નવીન અધ્યક્ષ બન્યા પછી આ પહેલો મોટો સંગઠનાત્મક ફેરફાર છે.

ટીમમાં સ્મૃતિ ઈરાની અને રામ માધવની વાપસી થઈ છે. જ્યારે, વસુંધરા રાજે, બૈજયંત પાંડા અને તીરથ સિંહ રાવત જેવા અનુભવી નેતાઓને પણ મહત્વની જવાબદારીઓ મળી છે. વિનોદ તાવડે, સુનીલ બંસલ અને અનુરાગ ઠાકુરને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને બીએલ સંતોષને સંગઠન મહાસચિવની જવાબદારી પર યથાવત રાખવામાં આવ્યા છે. યુવા મોરચાની કમાન હેમાંગ જોષીને સોંપવામાં આવી છે. જ્યારે, અમિત માલવિયાની જગ્યાએ દીપક મ્હાસકેને BJP IT સેલની જવાબદારી સોંપવામાં આવી છે.

નિતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમમાં 12 મહિલાઓ છે. તેમાં વસુંધરા રાજે, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન દોશી, ડો. ભારતી પવાર અને ડો. મધુચંદ્ર કરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

જ્યારે સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. કવિતા પાટીદાર, ફાંગ્નોન કોન્યાક અને સંગીતા યાદવને મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌથી વધુ પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશની 3 મહિલાઓનું છે, જ્યારે મહારાષ્ટ્રની 2 અને બાકીના રાજ્યોની 1-1 મહિલા છે.

Leave a comment

Trending