અદાણી મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કરિક્યુલમ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ પ્રોગ્રામ (CISP)નું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિયુક્ત CISP કો-ઓર્ડિનેટર ડૉ. ઈલેશ કોટેચાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં ગેઇમ્સના વિવિધ વિભાગોના 30 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન ફેકલ્ટી સભ્યોને Competency Based Medical Education (CBME) અભ્યાસક્રમના અસરકારક અમલીકરણ અંગે વિવિધ પાસાઓની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન CBME અંતર્ગત વિવિધ કમ્પિટન્સી, શિક્ષણ-અધ્યયન પદ્ધતિઓ, મૂલ્યાંકન પદ્ધતિઓ તથા AETCOM (Attitude, Ethics and Communication) મોડ્યુલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબીબી વિદ્યાર્થીઓમાં માત્ર જ્ઞાન નહીં, પરંતુ જરૂરી કૌશલ્ય, વ્યવસાયિક વલણ, નૈતિકતા અને સંચારક્ષમતા વિકસે તે માટેના અભિગમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેડિકલ ડિરેક્ટર ડૉ. નરેન્દ્ર હિરાણી તથા ડીન ડૉ. અજીત કુમાર ખિલનાનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.





Leave a comment