જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા ૨૫ મી ઓગસ્ટ થી ૮મી સપ્ટેમ્બર દરમિયાન ઉજવાતા ચક્ષુદાન પખવાડિયાના ત્રીજા ચરણમાં ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોને તથા સાંખ્યયોગી બહેનોને ચક્ષુદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પ્રતિભાવમાં તેમણે ચક્ષુદાન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જી.કે.ના ચક્ષુ નિષ્ણાતો ડો. કવિતા શાહ, ડો. અતુલ મોડેસરા, ડો. સંજય ઉપાધ્યાય અને ડો. લક્ષ્મી આહિરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મંદિરના સંતશ્રી લક્ષ્મણપ્રકાશજીએ આશીર્વાદ પાઠવી ચક્ષુદાનને સામાજિક સંસ્કાર ગણાવ્યા હતા. ડો. ચિંકીત વોરા અને ડો. વૃંદા ગોગદાનીએ હરિભક્તોને અને સાંખ્યયોગી બહેનોને સંકલ્પ લેવડાવ્યા હતા.
દરમિયાન તેમણે ચક્ષુદાન અંગે કોનો સંપર્ક કરવો, ચક્ષુદાન સ્વીકારાય ત્યાં સુધી શું કાળજી લેવી, એક વ્યક્તિના ચક્ષુદાનથી કેટલી વ્યક્તિઓને દ્રષ્ટિ આપી શકાય, કોણ ચક્ષુદાન કરી શકે તેવા જિજ્ઞાસા પ્રેરક પ્રશ્નોના તબીબોએ સંતોષપ્રદ ઉત્તર આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન ડૉ.મોનિકા ઠક્કર અને ડો. નૌરિન મેમણે કર્યું હતું.






Leave a comment