આજે વર્લ્ડ કપની આઠમી મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનની નજર સતત બીજી જીત પર છે જ્યારે શ્રીલંકાની ટીમને વર્લ્ડ કપ 2023ની પહેલી જીતની તલાસ છે.
કુસલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો
પાકિસ્તાન સામે શ્રીલંકાની ખરાબ શરુઆત થઈ છે. કુસલ પરેરા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે. હસન અલીએ તેને આઉટ કર્યો હતો. કુસલે ચાર બોલનો સામનો કર્યો, પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો નહીં.
શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેમનો સ્ટાર સ્પિનર મહિષ તિક્ષિના આ મેચમાં રિટર્ન થયો છે જેનાથી શ્રીલંકાની ટીમ મજબૂત બની છે. પાકિસ્તાનની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફખર ઝમાનની જગ્યાએ અબ્દુલ્લા શફીકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે બનાવ્યો ODI World Cupનો સૌથી મોટો સ્કોર
પાકિસ્તાને તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 99 રને જીત મેળવી હતી, પરંતુ તેની ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી. બીજી તરફ શ્રીલંકાની ટીમને તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે ODI World Cupનો સૌથી મોટો વનડે સ્કોર બનાવ્યો હતો. જો કે શ્રીલંકાના બેટ્સમેનોએ લડત આપી હતી, પરંતુ તેમની લડત જીતવા માટે પૂરતી ન હતી.
કુસલ મેન્ડિસની સદી
કુસલ મેન્ડિસે 65 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. તેણે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં ચાર છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા છે. તેની શાનદાર ઇનિંગના કારણે શ્રીલંકાના સ્કોર 200 રનને પાર થયો છે. મેન્ડિસે સમરવિક્રમા સાથે શાનદાર ભાગીદારી નોંધાવી છે.






Leave a comment