વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ, ભચાઉ તથા નવજીવન મેડિકલ વેલ્ફેર સેન્ટર, સામખિયાળી ખાતે બે દિવસીય ‘સેવાના સહયાત્રીઓનો સન્માન સમારોહ’ યોજાયો હતો.
આ પ્રસંગે વિવિધ દાતાના સહયોગથી આરોગ્યસેવા ક્ષેત્રે શરૂ કરાયેલી અનેક સેવાનું લોકાર્પણ અને દાતાઓનું સન્માન કરાયું હતું.
સામખિયાળીમાં નવજીવન મેડિકલ વેલ્ફેર સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વાલીબેન રતનશી હેમરાજ ગડા પરિવારના હસ્તે તથા અ.સૌ. ચંપાબેન કાંતીલાલ રતનશી ગડા (ગેલાણી), સામખિયાળી – રામદેવ પરિવારના સહયોગથી શરૂ કરાયેલ ‘વેલ્ફેર એક્સપ્રેસ’ પર્યાવરણમિત્ર ઇલેક્ટ્રિક રિક્ષા સેવાનું લોકાર્પણ કરાયું હતું.
આ સેવા દ્વારા દર્દીઓ તથા જરૂરિયાતમંદ નાગરિકોને નિઃશુલ્ક પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે. તદુપરાંત વિશાબેન ગોપાલજીભાઈ મુરજીભાઈ ગડા પરિવારના હસ્તે વેલુબેન ભાણજીભાઈ ગડા વતી મુંબઈ વિશા ઓશવાળ મહાજન પ્રમુખ રમણીક ગોપાલ ગડા પરિવારના સહયોગથી સંપૂર્ણ સુવિધાયુક્ત મહિન્દ્રા એમ્બ્યુલન્સ સેવા સમાજને અર્પણ કરાઈ હતી.
આ સેવા દ્વારા તાત્કાલિક સારવાર અને દર્દી પરિવહનમાં નોંધપાત્ર સહાય મળશે. સાથે રમણીકભાઈ ધનજી પાંચા છાડવા (નવજીવન પરિવાર, સામખિયાળી)ના સહયોગથી શરૂ કરાયેલ ‘નવજીવન એક્સપ્રેસ’ મારૂતિ ઈકો (AC) દર્દી પરિવહન સેવાનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ સેવા દ્વારા દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવા અને સારવાર બાદ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ બનશે.
બીજા દિવસે, ભચાઉ વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે આયોજિત સન્માન સમારોહમાં આરોગ્યસેવાના ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું.
સંદીપ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અવિનાશ કે. દલાલ (નાળાવાળા)ના સહયોગથી કિડની ફેલિયર દર્દીઓ માટે અદ્યતન ડાયાલિસિસ મશીન સેવા ઉપલબ્ધ બનતા વિસ્તારના દર્દીઓને પોતાના વિસ્તારમાં ગુણવત્તાસભર સારવાર મેળવવાની સુવિધા મળશે.
વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત 106મા મુંબઈના નિષ્ણાંત વિઝિટિંગ યુરોલોજિસ્ટ ડોક્ટરો દ્વારા દાતા પ્રભાબેન પ્રવીણભાઈ કરમણ ગાલા (નૂતન ત્રંબો – દાદર)ના સહયોગથી પથરી અને પ્રોસ્ટેટના દર્દીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન અને સારવારની વિશેષ સેવા ઉપલબ્ધ કરાવાઈ હતી.
આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના સેવાભાવી દાતાઓના સહયોગથી આરોગ્યસેવાના ક્ષેત્રે સતત નવી સેવાઓ ઉમેરાતી રહે છે. જે માનવસેવાને વધુ સશક્ત બનાવે છે.
આ કાર્યક્રમ માટે વાગડ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી વિનોદ ગડા, મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનહર શાહ, તલકશી નંદુ, ટ્રસ્ટી લીલાધર ગડા (અધા), રમણીક છાડવા, વાડીલાલ સાવલા, ડો. વિજય નંદુ, કાનજી પટ્ટણી, વાગડ કલા કેન્દ્રના ડો. જયંતિ સત્રા, મહેમાનો તેમજ સામખિયાળીના આગેવાનો અમરશી ગડા, રમેશ રીટા, જવાહર ગડા, હંશરાજ ગડા, ધામજી ગડા, કાનજી છાડવા વગેરે હાજર રહ્યા હતા. હોસ્પિટલના વહીવટી અધિકારી ઈશ્વર ઓઝા, શીતલ જોશી, રાજેશ ઠક્કર, કોમલ પાઠકે જહેમત ઉઠાવી હતી.





Leave a comment