– બ્લડબેંકની લોહી એકત્રીકરણ અને ટ્રાન્સફ્યુઝન સુધીની કામગીરીને રાષ્ટ્રીય હેલ્થ બોર્ડની માન્યતા
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલ અંતર્ગત કાર્યરત બ્લડબેંકની કામગીરી ગુણવત્તાયુક્ત રીતે અને દર્દીની સુરક્ષાના તમામ ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે એ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારના નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોવાઇડર્સ દ્વારા NABH પ્રમાણપત્ર બ્લડબેંકને એનાયત કરવામાં આવ્યું છે.
NABH એ બ્લડબેંકની કામગીરીનું ઉત્કૃષ્ટ સર્ટિફિકેટ છે જે દર્શાવે છે કે, બ્લડબેંકમાં લોહી એકત્રીકરણ, ટેસ્ટિંગ, સ્ટોરેજ અને ટ્રાન્સફ્યુઝનની દરેક પ્રક્રિયા હેલ્થના ચોક્કસ માપદંડને નજર સમક્ષ રાખીને ઉત્તમ રીતે કરવામાં આવે છે અને કરવામાં આવશે એમ મેડિકલ ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણી અને બ્લડબેંકના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવ્યુ હતું.
બ્લડબેંક અને હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત લોહી પૂરું પડવાનો હેતુ છે, જે NABH સર્ટિફિકેટ તેનું પ્રમાણપત્ર છે અને બ્લડબેંકની ટીમની મહેનતનું આ પરિણામ છે એમ પણ વધુમાં કહ્યું હતું.
NABH માન્યતા શું છે:
NABH સર્ટિફિકેટ હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ માટે રાષ્ટ્રીય બોર્ડ દ્વારા અપાતી માન્યતા છે, જે દર્દીને ગુણવત્તા તથા સુરક્ષિત ઇલાજ વિગેરેની ગેરંટી આપે છે.






Leave a comment