શરીરને ચોવીસ કલાક સક્રિય રાખતા મગજની કાળજી અન્ય અંગોની માફક જોઈએ એવી લેવાતી નથી. બ્રેઇનના સ્વાસ્થ્ય પરત્વે આંખ આડા કાન કરવામાં આવે છે.બોડી ફિટ રાખવા જીમમાં ભલે જવાય, ખરેખર તો મગજની સંભાળ લેવી એ પણ એટલીજ જરૂરી છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ન્યૂરો સર્જન ડો.પ્રદ્યુમન ચોક્સીએ વિશ્વ બ્રેઇન દિવસ(૨૨ જુલાઈ) નિમિતે કહ્યું કે,દિમાગને તેજ અને સક્રિય રાખવા યોગ્ય ખોરાક, નિયમિત વ્યામ, પર્યાપ્ત નીંદર અને તણાવ ઉપર નિયંત્રણ રાખીને મગજને સ્વસ્થ રાખી શકાય છે.જે રોજ નવું શીખવાથી, વાંચન, સામાજિક અને શારીરિક સક્રિયતા તેમજ યોગા અભ્યાસ દ્વારા બ્રેઇન સાચવી શકાય છે.
આંતરડા અને મગજને સીધો સબંધ:
તેમણે કહ્યું કે,આ ઉપરાંત સ્વસ્થ ખાનપાન જાળવવું જોઈએ કેમકે,પેટ બરોબર હશે તો દિમાગ પણ ફિટ રહેશે. આંતરડા અને મગજને સીધો સંબંધ છે. આંતરડામાં રહેલા લાભકારી બેક્ટેરિયા જુદા જુદા ન્યુરોટ્રાન્સમીટર બનાવી મસ્તિષ્કના મૂડને જાળવી રાખે છે. ગટ હેલ્થ જાળવવા દહીં, શાકભાજી જેવા પ્રોબાયોટિક પદાર્થ લેવા ભલામણ કરાય છે.અખરોટ બ્રેઇન ફૂડ કહેવાય છે. જે મગજની ઉંમરની ગતિને ધીમી કરે છે. આખું અનાજ મગજની કેસિકાઓ માટે લાભકારી છે.
આ લક્ષણો નજર અંદાજ કરવા નહીં:
તબીબના જણાવ્યા મુજબ મગજને સ્વાસ્થ્ય રાખવા શરીરમાં જણાતા કેટલાક લક્ષણોને નજર અંદાજ કરવા જેવા નથી,જેમકે અચાનક શરીરના કોઈ ભાગમાં કમજોરી કે સુન્ન જેવું લાગે, બોલવામાં મુશ્કેલી, દ્રષ્ટી ધૂંધળી જણાય, સંતુલન ખોરવાઈ જાય અને યાદદાસ્ત ઝડપથી ઘટવા માંડે તો તુરંત ચિકિતની સલાહ લેવી.
ઉમર સાથે આદત પણ બદલવી:
જો બી.પી. કે ડાયાબિટીસ હોય તો ઉચિત ઉપચાર કરાવતા રહેવું. બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને કારણે મગજની બીમારીનું જોખમ વધી શકે. સાથે સાથે ઉંમર સાથે આદત પણ બદલવી એટલી જરૂરી છે.બાળકોને તંદુરસ્ત આહાર,યુવાન વયે તણાવ નિયંત્રણ અને ૫૦ વર્ષ પછી નિયમિત ફિટનેસ કરાવતા રહેવું.કેમ કે સ્ટ્રોક, માઈગ્રેન, ડિમેન્શિયા, પાર્કિન્સન અને એપિલેપ્સી જેવા ન્યુરોલોજીકલ રોગો આજે વૈશ્વિક સ્તરે મૃત્યુ અને અપંગતાનું મોટું કારણ છે. સમયસર નિદાન અને યોગ્ય જીવનશૈલીથી ૮૦ ટકા સ્ટ્રોક અટકાવી શકાય છે.અને સ્વસ્થ રહી શકાય છે.





Leave a comment