સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. ઉમરગામ તાલુકામાં 16 કલાકમાં 43 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શુક્રવારે રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યુપીમાં છેલ્લા 10 દિવસથી થઈ રહેલા વરસાદને કારણે ગંગા, યમુના સહિત 10 નદીઓ ગાંડીતૂર બની છે. શુક્રવારે 54 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. આસામમાં પૂરથી 6.53 લાખ લોકો પ્રભાવિત છે.
પટના, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, સારણ, વૈશાલી અને સિવાન સહિત બિહારના 19 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઔરંગાબાદ અને બક્સર ગુરુવારે વીજળી પડવાથી 2-2 લોકોના મોત થયા.
જ્યારે, રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગે શુક્રવારે શ્યોપુર, મંદસૌર, રતલામ, અલીરાજપુર અને પન્નામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 24 કલાક દરમિયાન 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર ચાલુ છે. શુક્રવારે (24) 2 જિલ્લાઓ વાંસવાડા અને ડુંગરપુરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. જ્યારે, 9 જિલ્લાઓમાં ઓરેન્જ અને અન્યમાં યલો એલર્ટ છે.
આ પહેલા ગુરુવારે બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, જેસલમેર, પાલી, ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓમાં બપોર પછી ભારે વરસાદ થયો હતો.





Leave a comment