ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે પુરૂષ ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. જેમાં બેટિંગ અને બોલિંગ ક્ષેત્રે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે વનડે ક્રિકેટમાં ફરીથી નંબર-1 બેટ્સમેનનું સ્થાન મેળવી લીધું છે.
ભારતીય કેપ્ટન શુભમન ગિલના ખાતામાં હાલમાં 801 રેટિંગ પોઈન્ટ છે. ગિલે ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલ (794) પાસેથી બાદશાહી છીનવી લીધી છે. મિશેલ આ વર્ષે જાન્યુઆરીથી ટોચ પર હતો. આ યાદીમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 767 પોઈન્ટ સાથે ત્રીજા અને રોહિત શર્મા 758 પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત છે. વનડે બોલિંગ રેન્કિંગમાં પણ નામીબિયાના સ્પિનર બર્નાર્ડ શોલ્ટ્ઝ 5 સ્થાનની છલાંગ લગાવીને 7મા સ્થાને પહોંચી ગયો છે.
યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ T20I બેટ્સમેનોની રેન્કિંગમાં જબરદસ્ત લાંબી છલાંગ લગાવી છે. માત્ર 15 વર્ષની વયના સૂર્યવંશીએ 230 પાયદાનની છલાંગ લગાવીને સીધા 48મા ક્રમે જગ્યા બનાવી છે, અને તેના 536 રેટિંગ પોઈન્ટ્સ છે. તેણે તાજેતરમાં જિમ્બાબ્વે પ્રવાસ પર 3 મેચોની T20I શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યવંશીએ 50.33 ની એવરેજથી સર્વાધિક 151 રન બનાવ્યા હતા અને પોતાના કરિયરનો પહેલો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યો હતો. ત્રીજી T20I માં 81 રનની ઇનિંગ રમીને તેઓ પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા હતા. આ બંને એવોર્ડ જીતનારા તેઓ સૌથી નાની ઉંમરના ક્રિકેટર બન્યો છે.
ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન T20I માં નંબર-1 બેટ્સમેન છે, જેના 910 રેટિંગ પોઈન્ટ્સ છે. આ તેમના કરિયરની બેસ્ટ રેન્કિંગ છે. જીમ્બાબ્વે શ્રેણીમાં તેમણે 145 રન બનાવ્યા હતા.
શ્રેણીમાં ફ્લોપ રહેલા ઓપનર અભિષેક શર્મા 1 સ્થાન લથડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે પાકિસ્તાનના સાહિબજાદ ફહાન બીજા સ્થાને આવી ગયો છે.
T20I બેટ્સમેનોની યાદીમાં ઉપકેપ્ટન તિલક વર્મા 2 સ્થાન ઉપર 6ઠ્ઠા અને કેપ્ટન શ્રેયસ અયર 7 સ્થાન ઉપર 24મા સ્થાને પહોંચી ગયો છે.
બોલિંગ વિભાગમાં, ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં 3 વિકેટ ઝડપનાર રવિ બિશ્નોઈ T20I બોલરોની રેન્કિંગમાં 31 પાયદાનની છલાંગ લગાવીને 41મા સ્થાને આવી ગયો છે.






Leave a comment