સુપ્રીમ કોર્ટ એ નવીનાલ ગૌચર જમીન બાબતે અરજદારો ની મિસેલેનિયસ એપ્લિકેશન અંગે સુપ્રીમ કોર્ટની સત્તાને પડકારવાનો અને પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ હોવાનું ગણાવ્યું

અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ કંપનીને ગુજરાત સરકારશ્રી દ્વારા નવીનાળ ગામમાં જમીન ફળવામાં આવેલ જમીન ફાળવણીના આશરે 6 વર્ષ બાદ, ગૌચર જમીનની પુનઃપ્રાપ્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિત અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તા. 04.07.2024 ના રોજ, ગુજરાત રાજ્યના રેવન્યુ વિભાગે આશરે 108 હેક્ટર જમીન અરજદાર પાસેથી પાછી લેવા અંગેનો આદેશ કર્યો, જે કંપનીને કોઈ સંભળવાની તક આપ્યા વગર પસાર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત તા. 05.07.2024 ના રોજ, માનનીય ગુજરાત હાઈકોર્ટે Writ Petition (PIL) No. 17 of 2011 માં કાયદા અનુસાર જમીન પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દિશા નિર્દેશ આપ્યા,

જે નિર્ણયની સામે અદાણી કંપની દ્વારા માનનીય સુપ્રીમ કોર્ટમાં (SLP) દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટના તા. 05.07.2024 ના આદેશને પડકારવામાં આવ્યો હતો ત્યારબાદ તા. 10.07.2024 ના રોજ, સુપ્રીમ કોર્ટએ અદાણી પોર્ટ્સ દ્વારા દાખલ SLP પર નોટિસ જારી કરી અને હાઈકોર્ટના તા. 05.07.2024 ના આદેશના અમલ પર સ્ટે આપ્યો હતો.

ત્યારબાદ તા. 27.01.2026 ના રોજ, બંને પક્ષોને વિગતવાર સાંભળ્યા બાદ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો તા. 04.07.2024 નો જમીન પુનઃપ્રાપ્તિ આદેશ અને પી. આઈ. એલ રદ્દબાતલ કર્યા હતા, અને સુપ્રીમ કોર્ટે કેસ પાછો રાજ્ય સરકાર પાસે મોકલી આપ્યો અને રાજ્ય સરકારને PIL અરજદારો દ્વારા બે અઠવાડિયામાં રજૂ થનાર વાંધાઓ પર વિચાર કરીને તમામ પક્ષોને સંભળવાની તક આપી નવો આદેશ પસાર કરવા જણાવ્યું હતું.

હાલમાં દાખલ થયેલ મિસેલેનિયસ એપ્લિકેશન મૂળ અરજદારો (જે ગુજરાત હાઈકોર્ટની PIL No. 17 of 2011 ના અરજદારો હતા) દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં તા. 27.01.2026 ના સુપ્રીમ કોર્ટના આદેશ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણયની સામે મૂળઅરજદારો દ્વારા માગણી કરવામાં આવી હતી કે ઓપન કોર્ટમાં કરેલ ડિક્ટેશનને અંતિમ અને બાઇન્ડિંગ ગણવામાં આવે અને માનનીય સુપ્રીમ કોર્ટની વેબસાઇટપર અપલોડ કરાયેલ સહી વાળા ઓર્ડરને અમાન્ય જાહેર કરવામાં આવે.

જેની સામે સુપ્રીમ કોર્ટએ આ તમામ દલીલોને સ્પષ્ટપણે નકારી કાઢી છે, જે મૂળ ઓર્ડરને બદલી કાઢવાનો પ્રયાસ હતો. કોર્ટએ તેને કાયદેસર રીતે જાળવી શકાતો નથી એમ ઠરાવ્યુ હતું.

મુખ્ય મુદ્દા તરીકે , કોર્ટએ ખૂબ જ મહત્વપૂર્ણ નિરીક્ષણ કર્યું કે કોર્ટ દ્વારા ઓપન કોર્ટમાં આપવામાં આવેલી ડિક્ટેશન માત્ર એક પ્રાથમિક ડ્રાફ્ટ હોય છે, જે બાદમાં ચેમ્બરમાં વિગતવાર અને સ્પષ્ટતા સાથે તૈયાર થતો હોય છે. અંતે જે ઓર્ડર જજ દ્વારા સહી કરીને અપલોડ કરવામાં આવે છે તે જ કોર્ટનો ફાઇનલ અને બાઇન્ડિંગ નિર્ણય ગણાય છે.

વધુમાં “ સ્ટેટસ ક્વો ” બાબતે કોર્ટએ જણાવ્યું કે મૂળ મુદ્દો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીતે સાંભળ્યા વિના લીધેલા નિર્ણયને રદ કરવાનો હતો. જ્યારે રાજ્યને નવી રીતે નિર્ણય લેવાનો કહેવામાં આવ્યો હતો, ત્યારે જમીન વિષે સ્ટેટસ ક્વો જાળવવાનો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવતો નહોતો.

અંતે , કોર્ટએ નોંધ્યું કે અરજદારોનું આ વર્તન કોર્ટની સત્તાને પડકારવાનો અને પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ છે. તેથી મિસેલેનિયસ એપ્લિકેશનને નકારવામાં આવી અને પ્રતીકાત્મક રીતે દરેક અરજદાર પર ₹ 2000 નો ખર્ચ લાદવામાં આવ્યો.

Leave a comment

Trending