આજ સેન્સેક્સ 303 અંકના ઘટાડા સાથે 74,346 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 77 અંકનો ઘટાડો રહ્યો, તે 23,405 પર બંધ થયો. આજના કારોબારમાં આઈટી (5.5%) અને રિયલ્ટી (1.3%) શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી.
શેરબજારમાં ઘટાડાના 3 મોટા કારણો
- અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરીથી તણાવ વધ્યો છે. આનાથી માર્કેટમાં અનિશ્ચિતતા આવી છે અને રોકાણકારોમાં ડર છે.
- વિદેશી રોકાણકારો બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે. મે મહિનામાં FII એ ભારતીય શેરબજારમાંથી 71 હજાર રૂપિયા પાછા ખેંચ્યા.
- હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું અનુમાન 92% થી ઘટાડીને 90% કરી દીધું છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં ઓછો વરસાદ થવાનો ખતરો વધી ગયો છે.





Leave a comment