‘એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય’ની થીમ સાથે જી20 સમિટની શરુઆત

ભારતની મેજબાનીમાં યોજાઈ રહેલી જી 20 શિખર સમ્મેલનની શરુઆત થઈ ચુક્યું છે. આ સમ્મેલનમા ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવી પહોચ્યા છે. ટોચના દરેક નેતાઓ આજે મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા શરુ કરવા માટે કાર્યક્રમના સ્થળ ભારત મંડપમ, પ્રગતિ મેદાન દિલ્હી ખાતે શરુ કરવામાં આવેલા ભારત વ્યાપાર સંવર્ધન પરિસર (ITPO)માં એકત્ર થયા છે. 

પહેલું સત્ર વન અર્થની થીમ પર 

માહિતી પ્રમાણે પહેલું સત્ર વન અર્થ સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવ્યું હતું. આ જળવાયુ કાર્યવાહીમાં બાબતે ઝડપ લાવવા માટે તેમજ જેટલુ થઈ શકે તેટલું વૈશ્વિક શુધ્ધ -શૂન્ય ઉત્સર્જનના એજન્ડાને મજબુત કરવા માટે ચર્ચાઓ કરવામાં આવશે. આ મુદ્દા પર નેતાઓની વચ્ચે સતત ચર્ચાઓ ચાલી રહી છે.  જ્યારે બપોરના ભોજન બાદ બીજા સત્રનો પ્રારંભ થશે. જેમા ‘વન ફેમિલી’ (એક પરિવાર) ની થીમ પર આધારિત રહેશે.   

તા. 9 સપ્ટેમ્બર 2023,  શનિવાર

સવારે 9.30 : ભારત મંડપમ ખાતે મહેમાનોનું આગમન, પીએમ મોદી સાથે વેલકમ ફોટોગ્રાફી. લીડર્સ લાઉન્જમાં મુલાકાત.

સવારે 10.30 : સમીટ હોલમાં વન અર્થ પર પહેલું સત્ર યોજાશે. ત્યાર પછી લંચ થશે.

બપોરે 1.30 : મહેમાનોની દ્વિપક્ષીય મુલાકાતો થશે.

બપોરે 3.00 : સમીટ હોલમાં વન ફેમિલી પર બીજું સત્ર. મહેમાનો હોટેલ પર પાછા ફરશે.

સાંજે 7.00 : ડીનર થશે. તે પહેલાં વેલકમ ફોટોગ્રાફી.

રાતે  8.00 : ડીનર પર ચર્ચા.

રાતે 9.10 : લીડર્સ લાઉન્જમાં મહેમાનો એકત્ર થશે. અહીંથી હોટેલ પાછા ફરશે.

તા. 10 સપ્ટેમ્બર 2023,  રવિવાર

સવારે 8.15: રાજઘાટ પર મહેમાનોનું આગમન. અહીં લીડર્સ લાઉન્જમાં પીસ વોલ પર હસ્તાક્ષર કરશે.

સવારે 9.00 : મહાત્મા ગાંધીની સમાધી પર મહેમાનો શ્રદ્ધાજંલિ અર્પિત કરશે. ત્યાર પછી ભક્તિ ગીતોનું આયોજન

સવારે 9.20 : મહેમાનો ભારત મંડપમ્ પહોંચશે.

સવારે 10.15 : સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારંભ.

સવારે 10.30  : સમીટ હોલમાં વન ફ્યુચર પર ત્રીજું સત્ર. ત્યાર પછી નવી દિલ્હી મેનિફેસ્ટોની જાહેરાત થશે. સમિટનું સમાપન થશે અને અધ્યક્ષતા ટ્રાન્સફર થશે.

બપોરે 12.30 : દ્વિપક્ષીય મુલાકાતો અને મહેમાનોને વિદાય આપવામાં આવશે. 

Leave a comment

Trending