– ORS બાળકો માટે ઝાડા ઊલટીનો રામબાણ ઇલાજ
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા જુલાઈના અંતિમ અઠવાડિયામાં ઉજવાતા વિશ્વ ORS (ઓરલ રિહાઇડ્રેસન સોલ્યુશન)વીકની ઉજવણી કરવામાં આવી હતી.ઝાડા – ઉલટી થઈ ગયા હોય તેવા બાળકોને માતાની ઉપસ્થિતિમાં ઓ આર એસનું દ્રાવણ કેમ અને ક્યારે પીવડાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાનીએ હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં દાખલ બાળકોની માતાઓને આ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે,ORS એ પાણી, ખાંડ અને મીઠાનું સરળ દ્રાવણ છે, જે શરીરમાં પાણી અને ક્ષારની ઉણપ તરત પૂરી કરે છે.અને ઝાલા ઊલટી માટે સચોટ ઇલાજ છે.જે પેકેટના રૂપમાં ઉપલબ્ધ હોય છે.
ORS ક્યારે આપવું:
ORS ક્યારે આપવું તે અંગે તેમણે જણાવ્યું કે,ઝાડા-ઊલટી શરૂ થાય ત્યારે તરત. તાવ, પરસેવો કે લૂ લાગે ત્યારે તેમજ શરીરમાં પાણીની ઉણપ લાગે – મોઢું સુકાવું, પેશાબ ઓછો આવવો, આંખો અંદર જવી વિગેરે લક્ષણો દેખાય ત્યારે આપવાથી ફાયદો થાય છે.તેમણે જણાવ્યું કે,આ સામાન્ય મિશ્રણ જીવન બચાવે છે. દરેક ઘરમાં ORSના બે પેકેટ હોવા જોઈએ.ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં ઝાડા અને ઉલ્ટીના કેસ વધે છે,ત્યારે આ દ્રાવણ રામબાણ ઇલાજ પુરવાર થાય છે.ઓ આર એસ સાથે ઝીંકની ગોળી આપવી આવશ્યક છે.
બાળકને ઝાડા હોય ત્યારે આટલું કરવું:
ઓ આર એસ સાથે ઝીંકની ગોળી કેવી રીતે આપવી એ અંગે તબીબોએ કહ્યું કે, બાળકને ૧૪ દિવસ સુધી રોજ એક ઝીંકની ગોળી આપવી. .સાથે ખાવાનું બંધ નહીં કરવું અને હળવો ખોરાક જેમકે,કેળાં,ખીચડી,દહીં -છાશ (BRC ખોરાક)ચાલુ રાખવા અને બાળક ધાવતું હોય તો તે પણ ચાલુ રાખવું.પરંતુ જો બાળક ORS પી ના શકે, ઝાડા ઊલટી ચાલુ રહે.બાળક ચીડચીડું થઈ જાય, ઝાડા ચીકણા અને લોહી આવતું જણાય તો તરત ડોક્ટર પાસે પહોંચવું એમ તબીબોએ જણાવ્યું હતું






Leave a comment