– લાંબા સમયની ઉધરસને હળવાશથી ન લેવી ફેફસાંનો એલાર્મ પણ હોઈ શકે
શ્વાસમાં લીધેલું ઓક્સિજન આખા શરીરને પહોંચાડી દરેક અંગને ક્રિયાશીલ રાખવાનું કામ ફેફસાં કરે છે, પરંતુ જો ફેફસાં જ કેન્સર ગ્રસ્ત થઈ જાય ગંભીર મુશ્કેલી સર્જાય છે. ભારતમાં પુરુષો આ કેન્સર થી વધુ અસરગ્રસ્ત થાય છે.એમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના તબીબોએ ૧ ઓગસ્ટ વિશ્વ કેન્સર દિવસ નિમિતે જણાવ્યું હતું.
પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલે કહ્યું કે, ફેફસાંના કેન્સરનું ૮૦ ટકા કારણ ધુમ્રપાન છે, એટલું જ નહીં ધુમ્રપાન કરવાવાળાના સંપર્કમાં આવવાથી પણ આ અસર થઈ શકે છે. તેમ જ પરિવારના સભ્યોમાં કેન્સર હોય તો જોખમની શક્યતા વધી જાય છે. ઉપરાંત વાયુ પ્રદુષણ પણ અતિરિક જોખમ ઊભો કરે છે દેશના નાના-મોટા નગરોમાં વધતા જતા વાયુ ગુણોતરનો સૂચક આંકને લઈને પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે.જો કે ધૂમ્રપાન જ કેન્સરનું મોટું કારણ છે.ભારતમાં દર વર્ષે ૭૦૦૦૦ નવા કેસ આ રોગના ઉમેરાય છે.
સમયસર તપાસ કેન્સરને હરાવી શકે:
ડો.પાર્થ પટેલ અને ડો.ફોરમ રૂપારેલે આપેલી માહિતી મુજબ જી.કે. માં દર મહિને સરેરાશ પાંચ થી છ ફેફસાંના કેન્સરના નવા દર્દીઓનું નિદાન થાય છે.તેમણે જણાવ્યું કે વહેલી ઓળખ, ચોક્કસ નિદાન અને સમયસર સારવારથી જીવન બચાવી શકાય છે, માટે ૫૦ થી વધુ ઉંમરના લોકોએ તપાસ કરાવી લેવી. ૨૦ વર્ષથી ધુમ્રપાન કરનાર વ્યક્તિ લો ડોઝ સીટી સ્કેન કરાવી ચેક કરી શકાય. ઉપરાંત બાયોપ્સીથી કેન્સર શરૂઆતથી પકડાય અને સારવાર ઝડપી બને.
ફેફસાંના કેન્સરના મુખ્ય લક્ષણ અને બચાવ:
ફેફસાંના કેન્સરના મુખ્ય લક્ષણ અને બચાવ અંગે તબીબો કહ્યું કે, થાક લાગવો, છાતીમાં દુખાવો, સતત ઉધરસ ચાલુ રહે, ઉધરસ વખતે ગળફામાં લોહી આવે,કોઈ કારણ વિના વજન ઘટે જે કેન્સરના લક્ષણો છે.જો કે આ લક્ષણોનો મતલબ એવો નથી કે કેન્સર જ છે,પરંતુ તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે.
બચાવ બાબતે તબીબો કહે છે કે, પ્રદૂષણથી દૂર રહેવું અને ખાસ તો માસ્ક પહેરવું.ધૂમ્રપાન છોડવું અને તે છોડવાથી ફેફસાંના કેન્સરનું જોખમ અડધું ઘટી જાય છે.તબીબની સૂચના મુજબ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.






Leave a comment