જી. કે. જન. અદાણી હોસ્પિ. ના સર્જનોએ દૂરબીનથી શાસ્ત્રક્રિયા કરી ખાવડાના યુવાનને બચાવી લીધો

વધુ પડતી દુ:ખાવાની દવા લીધી અને  તીવ્ર એસિડિટી થવાના કારણે અનેક જટિલતાના કારણે જઠરમાં પડ્યું છિદ્ર

જી.કે જનરલ અદાણી હોસ્પિટલમાં યુવાનના  જઠરમાં કાણું પડી જવાથી સર્જરી વિભાગે દૂરબીનથી ઓછામાં ઓછું પેટ ખોલીને (મીનીમલ ઇન્વેસીવ સર્જરી) કરી કાણું પૂરી દઈ જીવત દાન આપ્યું હતું.

યુવાનને જઠરમાં છેદ વધુ પડતી દુખાવાની પેઈન કિલર દવા ગળવાથી થયેલી તીવ્ર એસિડિટીની કારણે  થયો હતો, એમ સર્જરી વિભાગના તબીબોએ જણાવ્યું હતું.

જી.કે.ના સર્જન ડો.સિધ્ધાર્થ શેઠિઆ અને તેમની ટીમે આ સફળ શસ્ત્રક્રિયા બાદ જણાવ્યું કે, ખાવડાના ૩૫ વર્ષીય યુવાન ભીમાભાઈને પેટમાં સખત દુખાવો, અઠવાડિયાથી કબજિયાત, ઉલટી થવાની ફરિયાદ સાથે અત્રે સારવાર માટે આવ્યા ત્યારે એક્સ-રે લેવાથી  જઠરમાં છિદ્ર હોવાનું જણાયું.સાથે ઓછું બી.પી.,વધુ ધબકારા પણ હતા.બીજી તરફ લોહી અને યુરિનના રિપોર્ટ પરથી એસિડિટીનો ચેપ શરીરમાં ફેલાતો જતો હતો એ પણ નિર્ધારિત થયું.શ્વાસની અને પેશાબની માત્રા પણ ઘટતી જતી હતી.

આવી અનેકવિધ જટિલતા જણાતા સમય પસાર કરવો એ  દર્દી માટે જીવન મરણનું જોખમ  હોવાથી ચોવીસ કલાક પસાર કરી શકાય એમ ન  હોવાથી રાતોરાત દૂરબીનથી ઓપરેશન કરી,જઠરના  છેદ ઉપર ટાંકા લઈ પડદો અર્થાત ઓમેન્ટમને પેચ  લગાડવામાં આવ્યું, જેને મોડીફાઈડ ગ્રાહમ્સ પેચ રીપેર કહેવાય છે. આ જીવન રક્ષક સર્જરીમાં સર્જનો ડો.પ્રગ્નેશ જોડે અને ડો.મૈત્રી બારિયા જોડાયા હતા. માત્ર ૫ દિવસમાં દર્દીને હેમખેમ બનાવી રજા આપવામાં આવી હતી.

શરીરમાં એસિડિટી ચેપનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા ધ્યાનમાં રાખવા જેવી હકીકત:

તબીબોએ જણાવ્યું કે,શરીરમાં આવી કોઈપણ સ્થિતિ ઉત્પન્ન ન થાય એ  માટે દુ:ખાવાની દવા તબીબોના દેખરેખ અને નિયંત્રણ રૂપમાં લેવી, ગેસ અને એસીડીટીની અસર જણાય તો તબીબનો સંપર્ક કરવો, નિયમિત કસરત કરવી, સ્મોકિંગ અને દારૂથી દૂર રહેવું, દુખાવાની દવા જમવા સાથે જ લેવી, તબીબની સૂચનાનું ચુસ્ત પાલન કરવું,રાત્રે ઓછું ખાવું, જેવી બાબતોને ઘ્યાનમાં લેવાય તો અનેક ગૂંચવણ નિવારી શકાય

Leave a comment

Trending