લુણી ગામે જન્માષ્ટમી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

 કચ્છના મુંદ્રા તાલુકાના લુણી ગામે જન્માષ્ટમી મહોત્સવ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ ઉત્સવમાં લુણી આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના કાર્યવાહક પૂજ્ય ગુરુદેવ શ્રી તારાચંદ મુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબ ખાસ પધાર્યા હતા.

જૈન સંતોની હાજરીમાં સમસ્ત લુણી વૈષ્ણવ સમાજને ભગવાન શ્રીકૃષ્ણના આદર્શ જીવન ચરિત્ર અને તેમના ઉપદેશો વિશે આધ્યાત્મિક જ્ઞાન અને પ્રેરક પ્રવચન સાંભળવાનો મોકો મળ્યો હતો.ધર્મસભા અને પ્રવચન પછી પૂજ્ય ગુરુદેવના પરિવારજનો અને લલિતકુમાર જગદીશ ગાલા પરિવાર તરફથી ભક્તોને પ્રભાવનાનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ આખા ગામમાં ડીજેના તાલે અને ભક્તિસંગીત સાથે ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા.

આ જન્મોત્સવની ઉજવણી દાતા પરિવાર માતૃશ્રી નિર્મલાબેન મોહનલાલ રાજગોર અને શ્રી દિલીપસિંહ કાથણજી જાડેજાના આર્થિક અને સામાજિક સહયોગથી સફળ રહી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે આયોજક જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા અને જીતુભાઈ સોનીની કાર્યપદ્ધતિ તથા સેવાભાવી કાર્યકરોની મહેનત કામ લાગી હતી.

Leave a comment

Trending